Connect Gujarat
ગુજરાત

ગોધરાકાંડનો મુખ્ય આરોપી 14 વર્ષે ઝડપાયો

ગોધરાકાંડનો મુખ્ય આરોપી 14 વર્ષે ઝડપાયો
X

ગુજરાત એટીએસે ગોધરાકાંડના કથિત આરોપી ફારુખ ઉર્ફે ભાણાને 14 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. ફારુખ પર ગોધરામાં ટ્રેન સળગવવાનો અને ગોધરાકાંડનું કાવત્રુ ઘડવાનો આરોપ છે.

એસપી હિમાંશુ શુક્લાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ગોધરા મ્યુન્સિપાલ્ટીના પૂર્વ કોર્પોરેટર ભાણાને પંચમહાલના કાલોલથી ઝડપી પાડવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાણા ગોધરાકાંડનો કથિત આરોપી છે જેણે રેલવે સ્ટેશનની નજીકના અમન ગેસ્ટ હાઉસમાં મીટિંગ યોજી હતી. જ્યાં સાબરમતી ટ્રેનને ટાર્ગેટ કરવાનો કથિત પ્લાન ઘડાયો હતો. ભાણાને આ કેસ અંગે તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા.

Next Story