Connect Gujarat
ગુજરાત

ગોધરાના કૃપાલ રુહાની મિશન દ્વારા સંત્સંગ કાર્યક્રમ સાથે રકતદાન અને સર્વનિદાન કેમ્પ યોજવામાં આવ્યા

ગોધરાના કૃપાલ રુહાની મિશન દ્વારા સંત્સંગ કાર્યક્રમ સાથે રકતદાન અને સર્વનિદાન કેમ્પ યોજવામાં આવ્યા
X

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે કૃપાલ રુહાની મિશન દ્વારા સત્સંગ કાર્યક્રમ રાળહવામાં આવ્યો હતો તેની સાથે રકતદાન કેમ્પ અને સર્વનિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. આ પ્રસંગે ખાસ ગોધરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સી.કે.રાઉલજી પણ હાજર રહ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="105364,105365,105366,105367,105368,105369"]

ગોધરા શહેરના જાફરાબાદ રોડ ઉપર કૃપાલ આશ્રમ આવેલો છે.જે વિવિધ સામાજીક તેમજ સેવાકીય પ્રવૃતિ કરે છે.ત્યારે આશ્રમ ખાતે રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામા યુવાનોને રકતદાન કર્યુ હતુ.સર્વનિદાન કેમ્પમાં પણ નિદાન કરીને દવા કરીને સારવાર આપવામાં આવી હતી.આંખોના તપાસના કેમ્પ રાખવામાં આવ્યા હતા.જેમા દર્દીઓને તાજપુરા આઈ હોસ્પિટલમાં લઈ જઈ મોતિયા સહિતના ઓપરેશન કરી આપવામાં આવશે.ગોધરા કૃપાલ આશ્રમમાં ચલાવવામાં આવતા કમ્પ્યુટર તાલીમ અને સીવણ કલાસની એક બેચ પુર્ણ થતા તમામ તાલીમાર્થીઓને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સંસ્થાની કામગીરીને પણ ધારાસભ્ય સી.કે.રાઉલજીએ બિરદાવી હતી. ગાંધીનગરથી લલિતભાઈ ક્નોજીયા અને પ્રભુજી ગઢવી પધારીને આ આશ્રમમાં સંત્સંગ કર્યો હતો. ત્યારબાદ સૌ ઉપસ્થિત લોકોએ મહાપ્રસાદ લીધા બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

Next Story
Share it