Connect Gujarat

ગોધરા : મોબાઇલના ટાવર પર કામ માટે યુવાન ચઢયો, પછી તેની સાથે જે બન્યું તેની તમને કલ્પના પણ નહિ હોય

ગોધરા : મોબાઇલના ટાવર પર કામ માટે યુવાન ચઢયો, પછી તેની સાથે જે બન્યું તેની તમને કલ્પના પણ નહિ હોય
X

પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગોવર્ધન સોસાયટી પાસે મોબાઇલ ફોનના ટાવર પર કામ માટે ચઢયો હતો પણ ટાવર પર સમડીનો માળો હોવાથી સમડીએ તેના પર હુમલો કરી દીધો હતો. સમડીના હુમલાના કારણે ફસાય ગયેલા યુવાનને ભારે જહેમત બાદ નીચે ઉતારવામાં આવ્યો હતો.

ગોધરા

શહેરની સાંપા રોડ ઉપર ગોવર્ધન

સોસાયટી ખાતે બી.એસ.એન.એલનો ટાવર આવેલો છે. કંપનીનો એક કર્મચારી ટાવર ઉપર રીપેરીંગ

માટે ચઢયો હતો પણ આ ટાવર પર સમડીએ માળો બનાવ્યો હતો. માળા પાસે કર્મચારી પહોંચી

જતાં સમડી આક્રમક બની હતી અને તેણે ચાંચો મારવાની શરૂઆત કરી દેતાં કર્મચારીનો જીવ

જોખમમાં મુકાય ગયો હતો. અડધો કલાક સુધી કર્મચારી ટાવર ઉપર જ બેસી રહયો હતો અને

સમડીની ચાંચોને સહન કરતો રહયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ

સ્થળ પર દોડી આવી હતી પણ તેઓ પણ લાચાર બની ગયાં હતાં. સદનસીબે ત્યાંથી જીવદયા

પ્રેમી શિક્ષક સતિષ

ચૌહાણે એક ઉપાય સુચવ્યો હતો. જેના ભાગરૂપે અન્ય બે કર્મચારીઓને ટાવર પર મોકલવામાં

આવ્યાં હતાં. બે અન્ય કર્મચારીને મોકલી સમડીનું ધ્યાન ભંગ કરી ફસાયેલા કર્મચારીને

સહીસલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

Next Story
Share it