Connect Gujarat
ગુજરાત

ગોધરા શહેરમાં વગર લાયસન્સે ઉંચુ વ્યાજ લઇ ધંધો કરતાં એક વ્યક્તિની પોલીસે કરી ધરપકડ

ગોધરા શહેરમાં વગર લાયસન્સે ઉંચુ વ્યાજ લઇ ધંધો કરતાં એક વ્યક્તિની પોલીસે કરી ધરપકડ
X

ગોધરા શહેરમાં જરૂરિયાતમંદ લોકોને ઉંચા વ્યાજે નાણાં ધિરાણનો ધંધો ધમધોકાર ચાલી રહયો છે. શહેરમાં મોટા ભાગના વ્યાજખોરો લાયસન્સ વગર ખુલ્લેઆમ વ્યાજનો ધંધો કરી રહયા છે અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અનેક લોકો એવા છે કે આ વ્યાજખોરોને લઈ ખૂબ જ પરેશાન થઈ ગયા છે.

ગોધરા શહેરમાં તગડા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરનાર વ્યાજખોર મોતીલાલ અર્જુનદાસ દોલાણી સામે તાજેતરમાં જ બી ડીવીઝન પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો ત્યાર બાદ પોલીસે તેની સોમવારે સાંજે ધરપકડ કરતા વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પકડાયેલ મોતીલાલ પોતે લાંબા સમયથી તગડા વ્યાજે રૂપિયા ધીરાણ કરતો હોવાનું લોક મુખે જાણવા મળી રહયું છે.

જે લોકો વ્યાજના ચક્કરમાં મોતીલાલના હાથે ભોગ બન્યા છે તે તમામ લોકોના પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવી રહયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અન્ય જિલ્લાની જેમ લોક દરબાર યોજવામાં આવે અને લોકોની રજૂઆતો સાંભળવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ વ્યાજખોરો માં સામેલ હોય તે બહાર આવવાની શકયતાઓ દેખાય રહેલી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા પણ જિલ્લાના રહીશોને અપીલ કરવામાં આવી છે કે જે કોઈ પણ લોકો વ્યાજખોરનો ભોગ બન્યા હોય તેવા લોકો પોલીસ સુધી પહોંચીને પોલીસ સમક્ષ સાચી હકીકત રજૂ કરવામાં આવશે તો ચોક્કસ પણે વ્યાજખોરોના ત્રાસથી છુટકારો અપાવાશે.

Next Story
Share it