Connect Gujarat
ગુજરાત

ગોધરા સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સામે આવ્યો સુવિધાઓનો અભાવ

ગોધરા સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સામે આવ્યો સુવિધાઓનો અભાવ
X

ગોધરા સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સુવિધાઓના અભાવ વચ્ચે તબીબો અને કર્મચારીઓ બાળ દર્દીઓને નીચે ગાદલાઓ પાથરીને પણ સારવાર માટે દોડાદોડ કરી રહયા હોવાના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા હતા.

ગોધરા સીવીલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુમાં રોગચાળામાં સપટાયેલા માસૂમ બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર માટે દાખલ કરીને તબીબો અને કર્મચારીઓ સધન ઉપચારોની સેવાઓ આપી રહ્યા છે. પરંતુ ચોમાસાની ઋતુમાં રોગચાળા માં સપડાઈને સારવાર માટે આવી રહેલા આ બિમાર માસૂમો માટે પીડિયાટ્રિક વોર્ડમાં માત્ર ૧૪ પલંગ આવેલા હોઈ આ સુવિધાઓની અછત વચ્ચે બિમાર માસુમોને નીચે ગાદલા પાથરીને સારવાર આપવામાં આવી રહી હોવાના આજના દ્રશ્યો ખરેખર ગંભીર અને દુ:ખદ કહેવાય એવા હતા.

ગુજરાત સરકાર એક બાજુ પ્રજાજનોની આરોગ્ય સેવાઓ અને સુખાકારીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચાઓની યોજનાઓ કરે છે.પરંતુ ગોધરા સીવીલ હોસ્પિટલ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આર્શિવાદરૂપ સમાન કહેવાય છે આ ગોધરા સીવીલમાં સુવિધાઓ ઉભી કરવાના આરોગ્ય વિભાગના ઉદાસીન વલણોમાં પીડિયાટ્રિક વિભાગનો પણ સમાવેશ થાય છે.અત્યારે ચોમાસાના ઋતુજન્ય રોગચાળામાં માસુમ બાળકોમાં વિવિધ પ્રકારની બિમારીઓ વચ્ચે વાયરલ ઈફેકશનનો ભારે ઉપદ્રવ દેખાઇ રહ્યો છે . એમાં દરરોજ સેંકડો બિમાર માસુમ સંતાનોનો સારવાર કરાવવા માટે વાલીઓ ચિંતિત બનીને ગોધરા સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આવી રહયા છે. આ વિભાગના તબીબો માસુમ દર્દીઓની સારવારના ધનિષ્ઠ પ્રયાસો કરે છે, પરંતુ આ પીડિયાટ્રિક વિભાગમાં માત્ર ૧૪ પલંગો આવેલા છે. આ સુવિધાના અભાવ વચ્ચે પીડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળ દર્દીઓની સારવાર કરવા માટે તબીબો અને કર્મચારીઓ નાસીપાસ બનીને ફરીયાદ કે રજુઆતો કરવાના બદલે નીચે ગાદલાઓ પાથરીને આ માસૂમ બાળ દર્દીઓની સારવાર કરી રહયા હોવાના આજના આ દ્રશ્યો ખરેખર લાગણીશીલ દેખાતા હતા.એમાં ૯ બાળ દર્દીઓને પલંગની સુવિધાઅઓના અભાવો વચ્ચે પણ નીચે સુવડાવીને બોટલો ચઢાવીને ધનિષ્ઠ સારવારો આપવા માટે પીડિયાટ્રિક વિભાગના તબીબો અને કર્મચારીઓ ખરેખર પ્રયત્નશીલ દેખાતા હતા. આ દ્રશ્યો પોતાના બિમાર લાડકવાયાઓની સારવાર માટે આવેલા વાલીઓ આ અસુવિધાઓની વેદના ભૂલી જઇને પોતાના વહાલસોયાનુ દુઃખ દુર થાય એવી લાગણીઓ અનુભવતા હતા.

Next Story
Share it