Top
Connect Gujarat

ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં અભિતાભને મળ્યો ખાસ એવોર્ડ

ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં અભિતાભને મળ્યો ખાસ એવોર્ડ
X

ગોવામાં 48માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભનું સમાપન મંગળવારે થયું હતુ. આ ખાસ સમારંભમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને 'ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આ પ્રસંગે પોતાના વકતવ્યમાં સિનેમાંના માધ્યમની તાકાતને વર્ણવતા કહ્યું કે 'સિનેમા આપણને જાતિ, ધર્મ, રંગ અને અન્ય ભેદભાવથી દૂર લઇ જાય છે. સિનેમાં એકમાત્ર એવું માધ્યમ છે જે પોએટિક જસ્ટીસ ઓફર કરે છે અને એ પણ માત્ર ત્રણ કલાકના ગાળામાં મને આ ફ્રેટર્નિટીનો હિસ્સો હોવાનું ગૌરવ છે.

મારી હંમેશાથી એવી ઇચ્છા રહી છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગની હાજરી વિશ્વ આખામાં વર્તાય. જ્યારે પણ આપણે અંધારિયા સિનેગૃહમાં બેઠા હોઇએ છીએ ત્યારે ધર્મ, રંગ, જાતિ, ઇત્યાદિનો ભેદ ભૂલી જઇ ફિલ્મ જોઇએ છીએ. એક જોક પર સાથે હસીએ છીએ અને ઇમોશનલ સીન પર સાથે રડીએ છીએ.' વક્તવ્યના અંતમાં અમિતાભ એના સ્વર્ગીય પિતા પ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનને યાદ કર્યા હતા.

Next Story
Share it