ગોવાના સીએમ મનોહર પારિકરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રામનાથ કોવિંદ સહિત દેશના તમામ નેતાઓ અને હસ્તિઓએ શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદીએ પારિકાર સાથે તેમની એક ફોટો શેર કરતા ટ્વીટ કરી હતી કે, મનોહર પારિકર અદ્રિતીય નેતા હતા. એક સાચા દેશભક્ત અને અસાધારણ પ્રશાસક રહેલ પારિકરના બધા જ પ્રશંસક હતા. દેશ માટે તેમના યોગદાનને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે, તેમના નિધનથી બહુ જ દુ:ખી છું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પારિકારને યાદ કરતા લખ્યું હતું કે, મનોહર પારિકરના નિધન સમાચાર ખૂબ જ દુ:ખદાયી છે. જાહેર જીવનમાં તેઓ અખંડતા અને સમર્પણના પ્રતીક હતા. ગોવા અને દેશના લોકો માટે તેમના યોગદાનને ભુલાવી ન શકાય.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે મનોહર પારિકરને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, મનોહર પારિકરજીનું નિધન દુ:ખદ છે. દેશે તેમના નિધનથી એક સાચો દેશભક્ત ગુમાવ્યો છે, જેમણે દેશ અને વિચારધારા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. શાહે ટ્વીટ કરી હતી કે, સમગ્ર ભાજપા પારિકરના પરિવાર સાથે છે. કરોડો કાર્યકર્તા અને ગોવાના લોકોને ભારે દુ:ખ વ્યક્ત કર્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પારિકરના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કરી હતી કે, ગોવાના સીએમના નિધનથી તેઓ દુ:ખી છે. તેઓ વિતેલા એક વર્ષથી બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. પાર્ટી લાઇનથી ઉપર તેઓ સન્માનિત નેતા હતા અને ગોવાના સૌથી લોકપ્રિય પુત્ર હતા. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

LEAVE A REPLY