વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવ્યો હતો. આ જીતથી જોકોવિચે આઠમી વખત આ ટુર્નામેન્ટનું ટાઇટલ તેના નામે કર્યું હતું. આ તેનું 17મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે થિએમને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 4-, 2-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. બન્ને ખેલાડી વચ્ચે આ મુકાબલો 3 કલાક 59 મિનિટ સુધી ચાલ્યો હતો.

બન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત સામસામે આવ્યા છે. તેમાં 7 વખત જોકોવિચને જીત મળી છે. બન્ને વચ્ચે રમાયેલા છેલ્લા 5 મુકાબલામાં 4 વખત થિએમને સફળતા મળી હતી. જ્યારે આજે જોકોવિચે થિએમને હરાવ્યો હતો. જોકોવિચે 1 ફ્રેન્ચ ઓપન, 5 વિમ્બલડન અને 3 US ઓપન ટાઇટલ પણ જીત્યા છે. સર્બિયાના ખેલાડીએ સિંગલ્સમાં 78 ટાઇટલ પોતનાના નામે કર્યા છે. 2019માં જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન સાથે વિમ્બલડન ટાઇટલ પણ જીત્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here