ઘણા સમયથી ભુવો પડ્યો હોવા છતાં, મ્યુનિ.અધિકારીઓના આંખ આડા કાન

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડના જશોદાનગર ચાર રસ્તા નારોલ - નરોડા હાઈવે પુલ નીચે એક જોખમી મોટો ભુવો પડ્યો છે જે મ્યુનિસિપલ વૉટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટના ઝઘડામાં રિપેરિંગ કરવામાં આવતો નથી અહીયાં રાસ્કાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયેલ છે. તેમજ મોટી ડ્રેનેજ લાઈન પણ બેસી ગઈ છે.
અહીયાં મુખ્ય ચાર રસ્તા પર જોખમી મોટો કુવા જેવો ખાડો પડી ગયેલ હોવાથી સ્થાનિક રહીશો રાહદારીઓ વાહન ચાલકોને જતા આવતા ડર લાગે છે. આ ખાડામાંથી ગટરની તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુમાં સાત દિવસથી કોઇ ઉભુ રહી શકતુ નથી. વેપારીઓને દુકાનમાં બેસવું ધંધો કરવો ભારે પડી રહ્યો છે. બિમારી ફેલાય છે તેમજ જતા આવતા રાહદારીઓને મોઢા પર રૂમાલ રાખી નીકળવું પડે છે કેટલાક લોકો અહીથી પસાર થતા આ દુર્ગંધના કારણે ઉલટી કરે છે. હાલમાં જશોદાનગર આસપાસ વિસ્તારમાં પીવાના પાણીમાં આ ગટરનુ પાણી મિક્સ થઈ જતા પાણી ગંદુ આવે છે. કેટલાક રહીશો બિમારીનો ભોગ બન્યા છે જેથી આ ભુવો તાકીદે મજબુતાઇથી રિપેરિંગ કરવા ફરી આવો પ્રશ્ન ના બને તે માટે મ્યુનિ .અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવી.