Connect Gujarat
સમાચાર

ઘરની શોભામાં વધારો કરવા સાથે વાસ્તુ નિવારણ કરતું માછલીઘર

ઘરની શોભામાં વધારો કરવા સાથે વાસ્તુ નિવારણ કરતું માછલીઘર
X

દરેક વ્યક્તિ પોતાના ઘરની સજાવટ અન્ય કરતા અલગ અને વૈભવમય હોય તેવી ઇચ્છા ધરાવતી હોય છે. તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું વાતાવરણ બની રહે તેના માટે એકવેરિયમ પણ લોકો પસંદ કરે છે. બજારમાં નાના બાઉલ થી માંડીને મોટી દરેક સાઇઝમાં એકવેરિયમ ઉપલબ્ધ હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવતા લોકો વાસ્તુદોષ નિવારણ માટે પણ માછલીઘરને ઘરમાં કે ઓફિસમાં સ્થાન આપતા હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ માછલીઘરને ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ-ઉત્તર દિશામાં રાખવું ઉત્તમ ગણાય છે.

e6707dcb-0375-4b21-abb5-e9ff717baabeતદ્દઉપરાંત ફેંગશૂઇ મુજબ માછલીઘરમાં કુલ 9 માછલી હોવી જોઇએ. જેમાંથી 8 લાલ અથવા સોનેરી રંગની અને એક કાળા રંગની હોવી જોઇએ. તેમજ ઘરમાં જે મોટી વ્યક્તિ હોય તેના હાથે જ માછલીઓને દાણા આપવા જોઇએ. માછલીઘરની જગ્યા પણ વારંવાર બદલવી ન જોઇએ.

માછલીઘરમાં એર ફિલ્ટર, હીટર, વોટર પ્યોરી ફાયર લગાવવાની સાથે આર્ટીફિશીયલ પ્લાન્ટ પણ લગાવી શકાય છે. જોકે માછલીઘરની સાફ સફાઇ માટે વિશેષ કાળજી લેવી જરૂરી છે.

*વાસ્તુદોષ મુજબ એકવેરિયમ રાખવાથી થતા ફાયદા

- માછલીઘરને ઘરમાં રાખવાથી તે ઘરને ખરાબ નજર થી દૂર રાખે છે.

- માન્યતા અનુસાર પાળવામાં આવેલી માછલીઓ કુદરતી રીતે મૃત્યુ પામે તો ઘર કે ઓફિસમાં આવેલી સમસ્યા દૂર થાય છે.

- માછલીનું યોગ્ય રીતે પાલન-પોષણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

- થાક લાગ્યો હોય ત્યારે માછલીને જોવાથી મનને શાંતિ મળે છે તેમજ તાજગીનો અનુભવ થાય છે.

- ઘર અને ઓફિસમાં આવતી મૂશ્કેલીઓને દૂર રાખવા માટે પણ એકવેરિયમ ઉત્તમ માધ્યમ હોવાનું કહેવાય છે.

- માછલીઓને દાણા નાંખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે.

*બજારમાં મળતી માછલીઓની અંદાજીત કિંમત નીચે પ્રમાણે છે.

ગોલ્ડન એરવાન ફિશ- 28,000

ઇમ્પોર્ટેડ ફ્લાવર હોર્ન ફિશ- 5000 થી 11,000

ઇન્ડિયન ફ્લાવર હોર્ન ફિશ- 300 થી 1500

ડિસ્ક ફિશ- 600 થી 2500

પેસ્ટ ફિશ- 600 થી 2500

ચિકલેટસ ફિશ- 20 થી 2000

ઇમ્પોર્ટેડ ગોલ્ડ ફિશ- 25 થી 600

એન્જલ્સ ફિશ- 20 થી 35

લિપસ્ટિક પેરોટ ફિશ- 1600 થી 2500

બ્લુ ફ્લાવર ફિશ- 20,000

Next Story