એક તરફ ગામમાં ગરમ માહોલ,બીજી બાજુ બંન્ને પક્ષના આરોપીઓ ફરાર

વાગરાના ચાંચવેલ ગામે સરપંચ પક્ષ અને અન્ય જુથ વચ્ચે પંચાયતના ઓટલે મળેલ મિટિંગ બાબતે બબાલ સર્જાતા બંને ગૃપો એ સામસામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.જેને પગલે ગાવામનું તાવરણ ગરમાઈ જવા પામ્યુ હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

 

લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જાય છે.રાજકીય પક્ષો પોતાની મતબેંક મજબૂત કરવા ગમે તે હદે જઈ રહયા છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારના વાતવરણમાં ભાઈચારાની પ્રબળ ભાવના વચ્ચે દરેક સમાજ એકબીજાના સારા નરસા પ્રસંગે ખભે ખભો મિલાવી ઉભા રહે છે.જો કે પ્રવર્તમાન તબક્કે  ભરૂચ લોકસભાના કેટલાક ગામોમાં રાજકીય ઉત્તેજનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

ગામના આગેવાનો પોતાના રાજકીય આકાઓની નજરમાં પોતાનું સ્થાન મજબૂત કરવા લડાઈ,ઝગડા સહિત પોલીસ ફરિયાદ કરવા સુદ્ધા પણ ખચકાતા નથી.જેને કારણે ગામડાઓનું સૌહાર્દ ભર્યું વાતાવરણ છિન્ન-ભિન્ન થઈ રહ્યુ છે.આવીજ ઘટના વાગરાના ચાંચવેલ ગામે  બનવા પામી છે.વાગરા પોલીસ મથકે છેલ્લા બે દિવસમાં સામસામે એટ્રોસિટીની બે ફરિયાદ નોંધાતા ચાંચવેલ ગામમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.ક્રોસ ફરિયાદને કારણે બન્નેવ પાર્ટીના આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે.

જ્યારે ગામમાં બે પક્ષો વચ્ચે કોઈ ટકરાવ ન થાય અને ગામનો શાંતિપૂર્ણ માહોલ અકબંધ જળવાઈ રહે એ વાત ને ધ્યાને લઈ વાગરા પોલીસે ચાંચવેલ મુકામે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.હાલ ચાંચવેલમાં પોલીસ બંદોબસ્ત સાથે ઉચાટભર્યા વાતાવરણ વચ્ચે શાંતિ પ્રવર્તી રહી છે.ત્યારે જોવું રહ્યુ કે બંનેવ પક્ષના લોકો પોતાનું રાજકીય કદ વધારવા ગામના લોકોની શાંતિને વધેરે છે કે પછી શાનમાં સમજી લોક હિતમાં કામ કરશે એ તો આવનાર દિવસોમાંજ ખબર પડશે.અત્રે નોંધનીય છે કે બન્નેવ એટ્રોસિટીની ફરિયાદો રાજકીય દબાણ ને વશ થઈ કરવામાં આવી હોવાની વ્યાપક  ચર્ચાએ કડકડતી ઠંડી વચ્ચે ગરમાવો પ્રસરાવી દીધો હતો.

LEAVE A REPLY