Connect Gujarat

ચૂંટણીને પગલે હવે CBSE ની બોર્ડની પરીક્ષા 9 માર્ચે શરુ થશે

ચૂંટણીને પગલે હવે CBSE ની બોર્ડની પરીક્ષા 9 માર્ચે શરુ થશે
X

તાજેરતમાં જ ફેબ્રુઆરીમાં પાંચ રાજ્યોની ચૂંટણીને પગલે CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે મુજબ હવે બોર્ડની પરીક્ષા 9 માર્ચના રોજ શરુ થશે.

યુપી, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અલગ અલગ ચરણમાં ચૂંટણી યોજાનાર છે. જેને કારણે CBSEની બોર્ડની પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ વખતે લગભગ 1667573 જેટલા ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી બાદ 11 માર્ચના રોજ તેના પરિણામ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવી છે.

Next Story
Share it