Connect Gujarat

ચૂંટણી જંગના પરિણામ પહેલા સટ્ટાબજાર ગરમ

ચૂંટણી જંગના પરિણામ પહેલા સટ્ટાબજાર ગરમ
X

11 માર્ચના રોજ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે, જેમાં પરિણામમાં ભાજપ સૌથી આગળ દેખાઈ રહ્યુ છે, ત્યારે સટ્ટાબજારનું માર્કેટ પણ ગરમ થયુ છે.

સટ્ટાબજાર દ્રારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે કઈ પાર્ટી સૌથી વધારે મતો દ્રારા આગળ રહેશે, ગુજરાતના સટ્ટાબજાર અનુસાર યુપીમાં 200 થી 203 ની અંદાજિત બેઠકો મેળવીને બીજેપીની સરકાર બનશે. તો ઉત્તરાખંડમાં પણ બીજેપીને 40 થી 45, કોંગ્રેસને 20-25, અને બીએસપીને 3-4 બેઠકો મળવાનો અંદાજ છે.

જયારે સપા-કોંગ્રેસને 120-125, બીએસપીને 60 થી 62 નું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જયારે અન્ય રાજ્યોમાં પણ કોની સરકાર બનશે તે અંગેનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. પંજાબમાં આપ અને કૉંગેસ વચ્ચે રસાકસી જોવા મળી શકે તેમ છે.

જો કે એકંદરે લગાવવામાં આવેલા અનુમાનો અનુસાર મોટાભાગની જગ્યાઓ પર બીજેપી વિજયી બનશે તેમ લાગી રહ્યું છે, હવે ખરું પરિણામ તો 11 માર્ચના રોજ થનાર મતગણતરી પર જ આધાર રાખે છે કે પરિણામ કોની ફેવરમાં જશે.

પાર્ટીઓની ઘણી રેલીઓ, ચૂંટણી પ્રચારો, વાયદાઓ, વગેરેનું પરિણામ 11 મી માર્ચના રોજ જોવુ રહ્યુ. ભાજપ માટે નોટબંધી બાદની આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગઈ છે, લોકો મોદી સરકારના આ નિર્ણયને પસંદ કર્યો છે કે જાકરો આપ્યો છે તે તો વોટિંગ મશીન માંથી મતો ખુલશે ત્યારેજ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Next Story
Share it