Connect Gujarat

પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી થી માર્ચ વચ્ચે યોજાશે ચૂંટણી

પાંચ રાજ્યોમાં ફેબ્રુઆરી થી માર્ચ વચ્ચે યોજાશે ચૂંટણી
X

મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી દ્વારા બુધવારના રોજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી 4 ફેબ્રુઆરી અને માર્ચ 8 વચ્ચે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર ગોવા અને પંજાબમાં 4 ફેબ્રુઆરી, ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરી જયારે મણિપુરમાં 4 અને 8 માર્ચ ના રોજ મતદાન કાર્ય યોજાશે.

આ સાથે દેશની સૌથી વધુ વસ્તી ધરાવતુ રાજ્ય ઉત્તરપ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થશે જેમાં 11,15,19,23,27 ફેબ્રુઆરી અને 4, 8 માર્ચનો સમાવેશ થાય છે.

નસીમ ઝૈદી દ્વારા એક કોન્ફરન્સ માં જણાવવામાં આવ્યુ હતુ કે ચૂંટણીનું પરિણામ 11 માર્ચે જાહેર કરવામાં આવશે તથા એક મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરવા માટે પ્રતિબદ્ધ છે તેમજ ચૂંટણી પંચ પણ બ્લેક મની અને દારૂના દુરૂપયોગની તપાસ કરશે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં મુખ્ય ખેલાડીઓ તરીકે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને મણિપુર પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે.

વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણી બાદ આ સૌથી મોટી ચૂંટણી હશે જેમાં કુલ 690 બેઠકો પૈકી 403 બેઠકો તો ઉત્તરપ્રદેશની જ હશે જયારે ગોવામાં 40, પંજાબ 117, મણિપુર 60 અને ઉત્તરાખંડ 70 બેઠકો ધરાવે છે.

Next Story
Share it