ચોરીની મોટરસાઈકલ સાથે પાંચ ઈસમોને પકડી પાડતી ગોધરા એલ.સી.બી.પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ અધિક પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધર અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમાને મિલ્કત અને વાહન ચોરીઓના ગુન્હાઓ બનતા અટકાવવા અને વણશોધયેલા ગુન્હાઓ ડિટેકટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેના ભાગરૂપે એલ.સી.બી. પી.આઈ. ચુડાસમાને ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી મોટર સાઈકલોની ઉઠાંતરી કરતી ચોર ગેંગને ઝડપી પાડી હતી જેમાં ૧૮ મોટર સાઈકલ અને બે ગાડીના એન્જીન સહિત અંદાજે કિંમત ૩,૯૫,૦૦૦/- સહિત પાંચ આરોપીને ઝડપી પાડી ચોરાયેલી મોટર સાઈકલો નો ભેદ ઉકેલ્યો હતો.
એલ.સી.બી. શાખાના પી.આઈ. ડી.એન.ચુડાસમાને પાક્કી બાતમી મળી હતી કે (૧) ગોધરા શહેરના વચલા ઓઢાના રહેવાસી લુકમાન ઈસ્હાક પોલા, (૨)ગોધરા શહેરના સાતપુલના રહેવાસી સાજીદ ઈદરીશ હયાત અને (૩) ગોધરા શહેરના હાફિઝ પ્લોટ,વેજલપુર રોડના રહેવાસી તાહિર ઉર્ફે કાલા યાકુબ ઓચુ ભેગા મળી આગળ પાછળ નંબર પ્લેટ વગરની ચોરેલી કાળા કલરની પેશન પ્રો મોટર સાઈકલ લઈ વચલા ઓઢા થી વેજલપુર તરફ જવા માટે નીકળી રહયા છે બાતમીના આધારે પોલીસે ગોધરા શહેરના કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે વોચ રાખી ઉભા હતા.
દરમ્યાન બાતમી વાળી મોટર સાઈકલ લઈને આવેલ ત્રણ ઈસમોને રોકી તેનું નામ ઠામ પુછાતા ચાલકે લુકમાન ઈસ્હાક પોલા રહે. વચલા ઓઢા,ગોધરા તથા પાછળ બેઠેલા ઈસમો સાજીદ ઈદરીશ હયાત રહે. સાતપુલ ગોધરા અને તાહિર ઉર્ફે કાલા યાકુબ ઓચુ રહે.હાફિઝ પ્લોટ, વેજલપુર રોડ ગોધરાના ઓ બતાવ્યું હતું શંકાસ્પદ મોટર સાઇકલ લઈને આવેલા લુકમાનને મોટર સાઇકલ બાબતે પૂછપરછ કરતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા જેથી પોલીસે એન્જીન તેમજ ચેચિસ નંબર ઉપર થી તપાસ કરતા બન્ને ઈસમો જૂઠ બોલતા હોવાનું જણાઈ આવતા તે મોટર સાઇકલ કબ્જે કરી વધુ પૂછપરછ કડકાઈથી કરતા તે મોટર સાઇકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ.
આ ઉપરાંત અન્ય જગ્યાએથી જુદા જુદા સમયે અને જુદી જુદી જગ્યાએથી મોટર સાઈકલો ચોરી કરી ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે બેસ્ટ ઓટો ગેરેજ ચલાવનાર મુસ્તાક એહમદ ગલવા રહે.સાતપુલ ઓઢા, ગોધરા અને ઐયુબ અબ્દુલ મજીદ બાંડી રહે. ઈદગાહ મોહલ્લા, હલીમા મસ્જિદ પાસે ગોધરાના ગેરેજ પર સંતાડી રાખી હોવાનું જણાવતા પોલીસે તમામ મોટર સાઈકલો કબ્જે કરી હતી પોલીસે આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી ૧૮ મોટર સાઈકલ અને બે એન્જીન સહિત અંદાજે કિંમત રૂ.૩,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તમામ મોટર સાઇકલ પંચમહાલ જિલ્લામાંથી ૦૬, મહીસાગર જિલ્લામાંથી ૦૨, દાહોદ જિલ્લામાંથી ૦૩, આણંદ જિલ્લામાંથી ૦૧, અરવલ્લી જિલ્લામાંથી ૦૧, ભરૂચ જિલ્લામાંથી ૦૧, છોટા ઉદેપુર જિલ્લામાંથી ૦૧, ખેડા જિલ્લામાંથી ૦૧ અને સુરત સીટીમાંથી ૦૧ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં ઉપરોક્ત ૧૮ ચોરીની મોટર સાઇકલ તેમજ મોટર સાઇકલની ઉઠાંતરી કરતી ગેંગને બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડવામાં ગોધરા એલ.સી.બી.પોલીસ અને તેમની ટીમને સફળતા પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT