Connect Gujarat
ગુજરાત

ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને ટવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ

ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને ટવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ
X

નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ દહેજ મરીન પો.સ્ટે.વિસ્તારમાં મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના પોલીસ માણસો સાથે કોમ્બિંગ નાઈટમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, જાગેશ્વર ગામે તળાવના કિનારે એક ટાવેરા ગાડી નં.જીજે-૦૫-સી.એલ.-૫૫૮૧ ની પડેલ હતી જેમાં ચાર થી પાંચ માણસો બેસેલા છે. જે શંકાસ્પદ જણાય છે.

જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ જઇ જોતા જે ટાવેરા ગાડીમાં બેસેલા ઇસમો પોલીસને જોઇને નાસવા લાગતા તેઓને ચારેવ બાજુથી કોર્ડન કરી લઇ પકડી પાડી નામઠામ પુછતાં જેમાં એક ઈસમ સત્તાર મુખ્તારખાન પઠાણ હાલ રહે, ચોક બજાર, વેડ દરવાજા, નાસીરનગર, ઝુપડપટ્ટી, સુરત મુળ રહે, ગામ-અકબરપુર, પોસ્ટ-સેગનપુર, થાના-અયાના,તા.જી.ઓરેયા (યુ.પી.)ન હોવાનું અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સેમસંગ કંપનીનો એ-૭ મોબાઈલ બ્લ્યુ કલરનો છે તે જેની કિં રૂ. ૫૦૦૦/- મળી આવ્યા હતા.

દહેજ મરીન પોલીસે ટાવેરા ગાડી નં. જી.જે.-૦૫-સી.એલ.-૫૫૮૧ના રજીસ્‍ટ્રેશન કાગળોની માગણી કરતા તે નહીં હોવાનુ જણાવ્યું હતું. જેથી ગાડીમાં ચેક કરતા ગાડીનાં પાછળના ભાગેથી એક મોટુ કટર જે ફેન્સિંગ તથા કેબલ વાયરો કાપવા માટેનુ કટર જેની કિં.રૂ.૨૦૦/- તથા લાલ કલરની ટાવેરા ગાડીની કિંમત રૂપિયા.૪,૦૦,૦૦૦/- મળી આવ્યા હતા.

પોલીસે ગાડીમાં બેઠેલા બીજા ઈસમોના નામઠામ પુછતા સબ્બીર મહમદ મલેક રહે, ગામ-દહેંગામ, પટેલ ફળીયુ, તા.જંબુસર જી.ભરૂચ હોવાનું અને તેની અંગ ઝડતી કરતા એમ.આઈ. કંપનીનો રેડમી ૫-એ મોબાઈલ જેની કિં.રૂ.૨૦૦૦/-, જીતેન્દ્રકુમાર જોગરાજભાઈ પઢીયાર હાલ રહે, મકાન નં.સી-૯૪, જ્યોતિનગર સોસાયટી ,મકતમપુર, ભરૂચ મુળ રહે, ગામ-ડાખા પોસ્ટ-'સીનધરી તા.સીનધરી જી.બાડમેર (રાજસ્થાન), સુરજીતસિંગ ગરીબસિંગ મજબીશેખ હાલ રહે, ગુરૂદ્વારા, રેલ્વે સ્ટેશનની 'બાજુમાં, ભરૂચ મુળ રહે, ગામ-લધામુંડા તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ) જેની અંગ ઝડતી કરતા નોકિયા કંપનીનો ટી.એ.૧૦૧૦ જેની કિં.રૂ. ૫૦૦/- , નિરંજન ઉર્કે લુલ્લુ બ્રજબંધ નાયક હાલ રહે, મકાન નં.સી-૯૪, જ્યોતિનગર સોસાયટી, ' મકતમપુર, ભરૂચ, મુળ રહે, ગામ-કર્ણાવલ તા.ઠાકુરગઢ જી.અનુગોલ (ઓરીસ્સા) અને ગણેશકુમાર સકલદિપદાસ દાસ હાલ , રહે, રૂમ નં.૧૦૫ , ઓમકાલેશ્વર સોસાયટી, ઝાડેશ્વર રોડ, ભરૂચ મુળ રહે, ગામ-થાના-મોહદીનગર, જી.સમસ્તીપુર (બિહાર) હોવાનું ખુલવા પામ્યું હતું.

મરીન પોલીસે ગાડીમાંથી ચોરી કરવાના સાધનો તથા ટાવેરા ગાડી બાબતે પુછતા તેઓ પાસે ગાડીના માલીકીના પુરાવા ન હોય તેમજ ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવતા શંકાસ્પદ લાગતા ટાવેરા ગાડી તથા મોબાઇલ ફોન જેની કુલ કિંમત રૂપીયા-૪,૦૭,૭૦૦/-નો મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Next Story