Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુરનાં કવાંટમાં સાંબેલાધાર વરસાદ

છોટાઉદેપુરનાં કવાંટમાં સાંબેલાધાર વરસાદ
X

આજે સવારથી છોટાઉદેપુર નાં કવાંટ માં સાંબેલાધાર વરસાદ ને લઇ ઠેર ઠેર પાણી ભરાયા છે કવાંટ ની મામલતદાર કચેરી સંકુલ માં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે.

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ માં આજે સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે , કવાંટ માં સવારથી બપોર સુધી સાત ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે , ભારે વરસાદ ને લઇ કવાંટ નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો મામલતદાર કચેરી સંકુલમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે,ભારે વરસાદ ને લઇ પરીસ્થીનો તાગ મેળવવા ખુદ જીલ્લા કલેકટરે અધિકારીઓ ની ટીમ સાથે કવાંટનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે .

કવાંટ તાલુકા મા પડેલ ભારે વરસાદ ને લઈ લોકો ના તણાઈ જવાના પણ બનાવ બન્યા હતા. એક વ્યક્તિ ને લોકો એ બચાવી લીધો હતો. જ્યારે બોરધા ગામ નો તણાયેલ યુવક હાલ મા પણ લાપતા છે. જેને શોધવા ની કામગીરી હાથ ધરવા મા આવી છે. કવાંટ તાલુકાના ચિચોડ ગામે ટ્રેકટર પણ તણાયું હતું. જે એક બ્રિજ પાસે ફસાઈ ગયુ હતુ. કવાંટ ગામ માં આવેલ નારા પર પણ મોટો ભૂવો પડતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે.

છોટાઉદેપુર જિલ્લા મા હાલ પણ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ તંત્ર તો એલર્ટ છે અને લોકોને નદી કે કોતરોના કિનારા વિસ્તાર માં નહીં જવાના આદેશ આપવામાં આવ્યા છે .

Next Story
Share it