Top
Connect Gujarat

છોટાઉદેપુરની બેઠક પર ભાજપાના ગીતા રાઠવાનો વિજય નિશ્ચિત

છોટાઉદેપુરની બેઠક પર ભાજપાના ગીતા રાઠવાનો વિજય નિશ્ચિત
X

મધ્ય ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠક પર નવમાં રાઉન્ડના અંતે ભાજપાના ગીતાબેન રાઠવા ૧,૬૯,૦૦૦ જેટલી જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. તે સાથે જ છોટાઉદેપુર બેઠક પર ગીતાબેને પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે.

મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર લોકસભાની બેઠક એવી હતી કે જેના પર કોંગ્રેસને જીતની પુરી આશા હતી કેમ કે આ બેઠક પર કોંગ્રેસે પીઢ નેતા મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહને ઉતાર્યા છે અને તેના પ્રચારમાં ખુદ મોહનસિંહ રાઠવા ઉપરાંત પૂર્વ રેલમંત્રી નારણ રાઠવા તથા કોંગી નેતા સુખરામ રાઠવા નીકળ્યા હતા. છોટાઉદેપુર બેઠક પર રાઠવા મતોનું પ્રભુત્વ હોવા છતા મતગણતરીના આંકડા દર્શાવે છે કે આ રાઠવા ત્રિપુટીની મહેનત કામે લાગી નથી.તેની સામે ભાજપાનું મતબુત સંગઠન અને માઇક્રો પ્લાનિંગ કામ કરી ગયું અને મતગણતરીની શરૂઆતના રાઉન્ડથી જ ગીતાબેન રાઠવા પોણા બે લાખ જેટલા મતોથી આગળ નીકળી જતા હવે તેની જીત નિશ્ચિત બની ગઇ છે.

Next Story
Share it