ચામેઠા ગામે દુલ્હનના મકાનમાં સૉર્ટ સર્કિટથી આગ લાગતા લગ્ન માટે લાવેલ તમામમાં માલસામાન બળીને ખાખ

જાન આવે તે પહેલા મકાન માં આગ લગતા દુલ્હન ના માતા પિતા ચિંતામાં

બે ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવવામાં આવ્યો

જોત જોતામાં આગ ખુબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સાત મકાનોમાં આગ લાગી

નસવાડી તાલુકાના ચામેઠા ગામે દુલ્હનના મકાનમાં સૉર્ટ સર્કિટથી આગ લાગતા લગ્ન માટે લાવેલ તમામમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો.આવતી કાલે દુલ્હનની જાન  આવે તે પહેલા મકાન માં આગ લગતા દુલ્હન ના માતા પિતા ચિંતામાં મુકાયા છે. આગ પર કાબુ  મેળવવા બે ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવવામાં આવ્યો.

દુલ્હનના લગ્ન માટે માંડવો બંધાયો અને તેનાજ  ઘરમાં સૉર્ટ સર્કિટના કારણે આગ લગતા કન્યાના લગ્નમાં રસોઈ માટે લાવવામા આવેલ અનાજ કરીયાનું પણ બળીને  ખાખ થઈ  જતા મહેમાનો માટે રસોઈ કેવી રીતે બનાવવું તેના માટે દીકરીના માતા પિતાના માથા ઉપર ચિંતાના વાદળો ફરી વળ્યાં છે.

કન્યાને દહેજમાં આપવા માટે લાવેલ તમામ સામાન પણ બળીને ખાખ થઈ  ગયો છે. આગ પર કાબુ મેળવવા માટે સૌ પ્રથમ ગ્રામજનોએ પાણી છાંટીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોત જોતામાં આગ ખુબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સાત મકાનોમાં આગ લાગી ગઈ હતી. આગમાંકનમાં આગ લગતા ગામમાં માંથી મોટા ટોળા મદદ માટે ઉમટી પડ્યા,સમગ્ર ઘટનાની જાણ થતા નસવાડી મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here