Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: ભેખડીયા ગામના લોકોએ સરકારની મદદ વિના જ હલ કરી પીવાના પાણીની સમસ્યા

છોટાઉદેપુર: ભેખડીયા ગામના લોકોએ સરકારની મદદ વિના જ હલ કરી પીવાના પાણીની સમસ્યા
X

છોટાઉદેપુર જિલ્લાના ભેખડિયા ગામના લોકોની મહેનત રંગ લાવી. પીવા ના પાણી ની જે સમસ્યા ગામ લોકો ભોગવી રહ્યા હતા તે સમસ્યા નું નિવારણ સરકારની મદદ વગરજ તેમણે લાવી દીધું.

કવાંટ તાલુકાના ભેખડિયા ગામના લોકો વર્ષો થી પીવા ના અને સિંચાઇ ના પાણી માટે વલખાં મારી રહ્યા હતા. વિસ્તાર જ એવો છે કે ચોમાશું પૂરું થતાજ જળ સ્તર નીચે જતાં રહે છે . જેને લઈ લોકો ફક્ત વરસાદ આધારિત જ ખેતી કરતાં હતા તો ઉનાળા ના સમય માં પીવાનું પાણી મેળવવા દૂર દૂર શુધી જવું પડતું હતું ગામ ની આ મોટા માં મોટી સમસ્યા નું નિવારણ ખુદ ગામના લોકો એ જ લાવી દીધું છે.

પાણીની સમસ્યાના નિવારકણ લાવવા માટે ગામ લોકો ભેગા થયા અને કેમ કરી આ સમસ્યાનું નિવારણ લાવવું તે માટે મંથન શરૂ કર્યું. ગામ લોકોના મંતવ્યો જાણ્યા પછી નક્કી કરવામાં આવ્યું કે ડુંગર માંથી આવતું પાણી વ્યર્થ વહી જાય છે. તેને રોકવા માટે ચેક ડેમો બનાવવા માં આવે. બસ ગામ લોકોની સંમતી મળી જતાં કામ શરૂ કરી દેવા માં આવ્યું અને ચોમાસુ શરૂ થતાં પહેલા નિસ્વાર્થ ભાવે એક સંપે કામ કરતાં એક બે નહી પણ ૨૧ ચેક ડેમો બનાવી દેવામાં આવ્યા. સરકારી ચેક ડેમ કરતાં પણ ઊંડા ગામલોકો એ બનાવેલા આ ચેક ડેમ માં પહેલાજ વરસાદ થી પાણી ભરાયા હતા અને જે કૂવા અને બોર સુકાઈ ગયા હતા તે રિચાર્જ થયા અને તેમાં પણ પાણી આવી ગયા.

જોકે સરકાર ની મદદ વગર ગામ લોકોને આ ચેક ડેમ બનાવવા માટે બે વર્ષ લાગ્યા પણ આજે તેમની મહેનત રંગ લાવી છે અને તેમણે બનાવેલા ચેકડેમો પાણી થી છલકાઈ ગયા છે. ગામ લોકોમાં ચેક ડેમો માં પાણી ભરાતા તેમની ખુશી નો પાર નથી રહ્યો. તેમનું કહેવું છે કે તેઓ હવે સારી રીતે ખેતી કરી શકશે અને જંગલ અને ડુંગર માં વસતા જંગલી જાનવરો કે જે પાણી ની તલાસ માં ગામ માં આવી જતાં તેમણે ચેક ડેમ નું પાણી મળસે

ગામલોકો એ કરેલા શ્રમદાનને લઈ પાણીની સમસ્યાનું નિવારણ લાવી દિધું પણ આટલે થી ન અટકાતા ગામ લોકો એ ગામના બાળકોને પણ તેમના કામમાં ભાગીદાર બનાવ્યા જેટલા ચેક ડેમ બનાવ્યા છે. તેની આસપાસ ગામના લોકોએ વૃક્ષો વાવવાનું નક્કી કર્યું અને 700 છોડ આ બાળકોએ વાવી દીધા.

કવાંટ તાલુકા ના આ એક નાનકડા ગામ ની પ્રસંસા અનેક ગામ ના લોકો કરી રહ્યા છે . અને કેટલાય ગામ ના આ લોકો આ ગામની પ્રસંસનીય કામગીરીની નોંધ લઈ સરકારની મદદ વગર જાતમહેનત જિંદાબાદના નારા સાથે પોતાના ગામની સમસ્યાનું નિવારણ લાવવાનું હવે નક્કી કર્યું છે.

Next Story
Share it