Connect Gujarat
ગુજરાત

જંબુસરમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ, 7 લોકો ઘાયલ 

જંબુસરમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ, 7 લોકો ઘાયલ 
X

૪ લોકોને વધુ ઇજા થતાં સારવાર માટે વડોદરા ખસેડાયા

જંબુસરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ છે. રૂપિયાની લેતી દેતીમાં હિંસક અથડામણ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

જંબુસરમાં નાણાંની લેતી દેતી બાબતે બે જૂથ સામ સામે આવી ગયા હતા. વાત વધુ વણસતા મામલો હિંસક બન્યો હતો. જેમાં બંને પક્ષના ૭ લોકો ઘાયલ થયા હતા. જેમાં થી ૪ લોકોને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. જંબુસરના ઢોળકૂવા વિસ્તારની આ ઘટના છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે,

Next Story
Share it