જંબુસર : ડાભા ચોકડી વિસ્તારમાં ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
BY Connect Gujarat14 March 2019 4:55 AM GMT
X
Connect Gujarat14 March 2019 4:55 AM GMT
જંબુસર ડાભા ચોકડી વિસ્તાર પ્રીતમપાર્ક સોસાયટી નજીક અજણ્યા ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ બાઈક નં. જી.જે. ૧૬ બી.એલ. ૪૩૮૯ ધડાકાભેર અથડાતા જંબુસરના ઢોળાવ ફળિયાના રમેશ ચંદુ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
૫૫ વર્ષીય રમેશ ચંદુ પટેલ કંપનીમાં નોકરી કરતા હોય તેમ રાબેતા મુજબ નોકરી પર જતા સમયે આ અકસ્માતે મોતને ભેટતા સમગ્ર જંબુસરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.આ ઘટનાના પગલે એક તબ્બકે જંબુસર-વડોદરા હાઇવે ઉપર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. તો બીજીબાજુ પોલીસ ઘટના સ્થળે ઉપર આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story