જંબુસર  તાલુકામાં બુધવારે સર્જાયેલા અલગ અલગ ત્રણ અકસ્માત સર્જાયા હતા. જેમાં કોરાથી જંબુસર જતી બસ સામોજ પાસે નાળામાં ઉતરી ગઈ હતી. જેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો જયારે બસના ડ્રાયવરને ઇજા થતા સારવાર માટે વડોદરા ખસેડાયો હતો.

બીજા બનાવમાં નોબર પાસે ટ્રિપલ અકસ્માતમાં ૨ લોકોને ઇજા પહોંચી હતી. રીક્ષા, ઇકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ૨ લોકોને ઇજા થતા ૧ ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો હતો.

ત્રીજી અકસ્માતની ઘટનાની વાત કરીયે તો જંબુસરના દેવકોઈ પાસે મારુતિ કાર અને બાઈક સામ સામે અથડાતા બાઈક ઉપર સવાર ૨ લોકોને ઇજા થતા સારવાર માટે વડોદરા ખસેડાયા હતા.

આમ ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનામાં ૫ લોકોને ઇજા થઇ હતી જેમાં ૪ લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે વડોદરા ખસેડાયા હતા.

LEAVE A REPLY