Connect Gujarat
ગુજરાત

જંબુસર: નન્હી કલી પરીવાર તથા એચ.ડી.એફ.સી બેન્ક દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

જંબુસર: નન્હી કલી પરીવાર તથા એચ.ડી.એફ.સી બેન્ક દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
X

જંબુસર નગરની સરદાર નગર પ્રાથમિક શાળા ખાતે નન્હી કલી પરીવાર તથા એચ.ડી.એફ.સી બેન્ક દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

નન્હી કલી પ્રોગ્રામ દ્વારા ભારત ભર માં ૧૦ રાજ્યમાં કાર્ય કરે છે. જેમાં સરકારી શાળામાં ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતી બાળાઓને શૈક્ષણીક સામગ્રી અને સામાજિક સહાય કરી સશક્ત બનાવે છે. નાની બાળાઓ અભ્યાસ થી વંચિત ન રહે તે હેતુથી ભરૂચ જીલ્લામાં જંબુસર તથા આમોદ બે બ્લોક પર નન્હી કલી આ પ્રોજેક્ટ હેઠળ જોડાયેલી છે. આજરોજ એચડીએફસી બેન્કના ક્લસ્ટર હેડ અનુરાધા ગુપ્તાના અધ્યક્ષ સ્થાને સરદાર નગર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦ જેટલા ફૂલ છોડ ના રોપાનું ઉપસ્થિત મહાનુભાવો તથા નાની બાળાઓ ધ્વારા વૃક્ષારોપણ કાર્ય કરવા માં આવ્યું હતું.

Next Story