Connect Gujarat
ગુજરાત

જંબુસર :  રેફરલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતાં દોડધામ

જંબુસર :  રેફરલ હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતાં દોડધામ
X

જંબુસર રેફરલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આજે સવારે હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડતા દોડધામ મચી હતી. સદનશીબે કોઈ જાનહાની થઇ નથી. ઘટના બાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

જંબુસર રેફરલ હોસ્પિટલના મહિલા વોર્ડની છતમાંથી પોપડા ખરતાં દોડધામ મચી હતી. ઘટના બાદ દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. બીજી તરફ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. એ.એ. લોહાણીનો સંપર્ક કરતાં તેમણે હોસ્પિટલની ઇમારત જ જુની હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પણ કોઇના ઉપર સ્લેબનો પોપડો પડયો હોત અને ઇજા પહોંચી હોત તો કોણ જવાબદારી લેત તેવી ચર્ચા પણ દર્દીઓમાં ચાલી રહી છે.

Next Story