Connect Gujarat
ગુજરાત

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહીલાઓ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે રેડ રેવોલ્યુશન હેઠળ યોજાયો સેમીનાર

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહીલાઓ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે રેડ રેવોલ્યુશન હેઠળ યોજાયો સેમીનાર
X

ભારત સરકારશ્રીનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીડતા મંત્રાલય દ્વારા આયોજીત સ્વચ્છતા પખવાડીયા અંતગત આજરોજ જેએસએસ ભરૂચનાં સેન્ટ્રલ હોલ ખાતે તાલીમાર્થી બહેનો તથા આસપાસની શાળાની દિકરીઓ માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વિશેષ સેમીનારનું રોટરી કલબ ઓફ ભરૂચ સાથે સંકલનમાં આયોજન કરાયું હતું.

સ્વાગત પ્રવચન કરતા ઝયનુલ સૈયદ નિયામક જે.એસ.એસ દ્વારા કાયક્રમનાં આયોજનનું મહત્વ સમજાવ્યું હતું. બહેનોને માગૅદર્શન મળી રહે તે માટે ભરૂચનાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ.ભાવના શેઠ દ્વારા વિશેષ પ્રેસનટેશન રજુ કરાયું હતું.

આ સેમિનારમાં પ્રાસંગીક પ્રવચનમાં રોટરી કલબનાં પ્રમુખ મનીષ પોદાર દ્વારા બહેનોને રોટરી દ્વારા આયોજીત કાયક્રમો વિષે માહીતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં રોટરીનાં શ્રીમતી કમલજીત કૌર બુનેટ, શ્રીમતી અમી કેતન શાહ, શ્રીમતી રચના પોદાર તથા ભાવેશ સોની વગેરે ઉદ્ઘાટન સત્રમાં ખાસ ઉપસ્થીત રહયા હતા.

આ કાયક્રમમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતા શપથ લેવડાવ્યા હતા અને પ્લાસ્ટીકની અવેજીમાં નોનવુવન બેગનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું.જયારે આભાર વિધીમાં જેએસએસનાં પ્રોગ્રામ અધિકારી શ્રીમતી શાઇના શેખ દ્વારા ઉપસ્થીત મુખ્ય વકતા ડો. ભાવનાબેન શેઠ તથા અન્ય મહાનુભાવો, શ્રેયસ હાઇસ્કુલ તથા પાયોનિયર હાઇસ્કુલના શિક્ષિકા બહેનો અને તમામ વિદ્યાથીનીઓનો આભાર વ્યકત કયો હતો.

Next Story
Share it