Connect Gujarat

જમ્મુની ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગ : 3 ના મોત 

જમ્મુની ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગ : 3 ના મોત 
X

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ નારવાલ વિસ્તારમાં વિનાશક આગ લાગી હતી જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા,તથા 150 ઝુંપડાઓ આગને કારણે રાખમાં ફેરવાઈ ગયા હતા.

જમ્મુની મેડિકલ કોલેજ હોસ્પિટલના અધિક્ષક રમેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર પૂર્ણ રીતે બળી ગયેલ મૃતદેહોને રાત્રીના સમયે હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હતા અને ગંભીર રીતે દાઝી ગયેલ 6 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આગ રાત્રીના 12 વાગ્યાની આસપાસ લાગી હતી જેમાં ત્યાંના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા મુસ્લિમો પરિવારો તથા અન્ય પરિવારોના 150 થી વધુ ઝુંપડાઓ આગની લપેટમાં આવી જતા નાશ પામ્યા હતા.

Next Story
Share it