જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ વિરુદ્ધ સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, ગુરૂવારે રાત્રે પુલવામાના રાજપુરા વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. બંને તરફથી થઈ રહેલ ફાયરિંગ બાદ જવાનો બે આતંકીઓને ઠાર કરવામાં સફળ રહ્યા છે. હજી પણ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઠાર કરાયેલ આતંકીઓની ઓળખ શાહિદ અહમદ બાબા અને અનિયત અહમદ જિગરના નામથી થઈ છે. બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે કામ કરતા હતા. આતંકીઓ પાસેથી એક એસએલઆર અને એક પિસ્તોલ હાથ લાગી છે. આ પેહલા જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગુરૂવારના રોજ આતંકવાદીઓએ સેનાના જવાનો પર એક ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના બે જવાનો સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here