Connect Gujarat

જમ્મુ કાશ્મીર : બિજબેહારામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીર : બિજબેહારામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર
X

કાશ્મીરના દક્ષિણી વિસ્તાર સંગમ બિજબેહારામાં શનિવારે રાત્રે સુરક્ષાદળો અને આંતકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા બન્ને આતંકવાદી લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા હતા. આ અગાઉ 19મી ફેબ્રુઆરીના રોજ પુલવામા જિલ્લાના અવંતિપોરામાં હિજબુલ મુઝાહિદ્દીનના 3 આતંકવાદી માર્યા ગયા હતા.

માહિતી અનુસાર પોલીસને બિજબેહારા વિસ્તારના એક ગામમાં આતંકવાદી હોવાની માહિતી

મળી હતી. ત્યારબાદ સેના, CRPF અને પોલીસ જવાનોએ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. એક સૈન્ય અધિકારીના

જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓની ઓળખ નાવીદ ભટ ઉર્ફે ફુરકાન અને અકીબ યાસીન ભટ તરીકે

કરવામાં આવી છે.

Next Story
Share it