Connect Gujarat
ગુજરાત

જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવવના નિર્ણયને ધોરાજી કોંગ્રેસના ધારાસભ્યએ વધાવ્યો

જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવવના નિર્ણયને ધોરાજી કોંગ્રેસના ધારાસભ્યએ વધાવ્યો
X

કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજયનો દરજજો આપણી કલમ 370 નાબુદ કરતા કોંગ્રેસના તમામ સાંસદોએ કેન્દ્ર સરકારના આ પગલાનો ભારે વિરોધ કર્યો હતો અને ગૃહમાં પણ ધમાલ મચાવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના અમૂક ધારાસભ્યો અને આગેવાનોએ કેન્દ્ર સરકારના કાશ્મીર અંગેના નિર્ણયનું સમર્થન કરી આ નિર્ણયને બરાબર ગણાવ્યો છે.

સંસદમાં કોંગ્રેસે ભલે વિરોધ કર્યો હોય પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના અમુક નેતાઓ અંદરખાને રાજી થયા છે. તો અમુક નેતાઓએ ખૂલ્લેઆમ કેન્દ્રની ભાજપ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમ થકી કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના અને ભારતના નકશા સાથે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી લખ્યું છે કે, કાશ્મીર મુદ્દે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે બરાબર છે. મારૂં ભારત અખંડ ભારત.

જયારે હાર્દિક પટેલે ટવીટર ઉપર પોસ્ટ મુકી લખ્યું છે કે દેશહિતમાં જયારે મોટા નિર્ણય સરકાર કરે છે ત્યારે વિપક્ષ સાથ આપે છે પરંતુ મોટા નિર્ણયો કરતી વખતે વિપક્ષને ભૂમિકામાં રાખવો જોઇએ. કાશ્મીર મુદ્દે જયારે મોટો નિર્ણય લેવાઈ રહ્યો હતો ત્યારે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે ચર્ચા કરવી જરૂરી હતી! યાદ રાખવું જોઇએ કે, ભારત એક લોકશાહી અને આઝાદ દેશ છે.

Next Story
Share it