જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. એન્કાઉન્ટર ગઈકાલે મોડી રાત્રે શરૂ થયું હતું જે આજે સવારે પૂર્ણ થયું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોને ગઈકાલે શોપિયાના સફાનગરીમાં બે આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી, જેના પછી જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સુરક્ષાદળના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું.

આ દરમિયાન, આતંકીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું હતું, જેના પછી સુરક્ષાદળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. લગભગ દસ કલાક સુધી ચાલેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ સાથેના એન્કાઉન્ટર 45 આતંકીઓ માર્યા ગયા છે.

 

LEAVE A REPLY