જળ સંચય અભિયાન હેઠળ, ઐતિહાસિક તેનતળાવમાં પહેલા વરસાદે જ ભરાયું નવું પાણી

ડભોઇ તાલુકાના તેનતળાવ ગામે ઐતિહાસિક અને દર્શનીય તેનતળાવ આવેલ છે. લગભગ ગોળાકાર એવું આ તળાવ કોતરણીવાડી પથરાની શિલાઓની રમણીય પાળ ધરાવે છે. અને ડભોઇની હીરાભાગોળનુ નિર્માણ કરનાર હિરા કડીયા અને દાસી તેનાના સ્મારક તરીકે ઇતિહાસની યાદ અપાવે છે.
આ તળાવ ઐતિહાસિક રીતે અને જળ ભંડારની રીતે બેવડી અગત્યતા ધરાવે છે. સન ૨૦૧૯-૨૦ ના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ માર્ગ અને મકાન વિભાગે આ તળાવની ઊંડાઈ વધારવાનું કામ કર્યું છે. અંદાજે ૪૫ હજાર ઘન મીટર જેટલી માટીના ખોદકામને લીધે આ તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધી છે. તળાવમાં વેલાઓનો ભરવો થવાથી ઘણું ઓછું પાણી ભરાતું માટીના ખોદાણથી વેલો નીકળી ગયા છે. પરિણામે શરૂઆતના થોડા વરસાદમાં જ તળાવ સારું એવું ભરાઈ ગયું છે.
યુવાન ગામ સરપંચ અલ્પેશભાઈ તડવી ઇતિહાસની આરસી જેવું ગામ તળાવ ઊંડું કરવા માટે અને તેનતળાવનો પ્રવાસન વિકાસમાં સમાવેશ કરવા માટે ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાનો અને જીલ્લા પ્રશાસનનો આભાર માને છે. તેમનું કહેવું છે કે તળાવમાં પાણી ભરતા ભૂગર્ભ જળ ભંડાર વધશે, અને આ ઐતિહાસિક તળાવની સુધારણા તેમજ નવી સગવડો થી પ્રવાસન આધારિત વિકાસ અને રોજગારી વધશે.
ગામના માજી સરપંચ રમેશભાઈ તડવીએ કાપથી ભરાયેલું અને ઘણી ઓછી જળ ભંડારણ ક્ષમતા ઘરાવતું આ તળાવ ખોદાય તે માટે અણથક પ્રયાસો કર્યા હતા. પરંતુ આ તળાવ સંરક્ષીત ઈતિહાસ વારસો હોવાથી મંજૂરી મળી નહતી. તે વખતે જણાવ્યું કે, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સક્રિયતા અને સંકલ કુશળતાને લીધે પુરાતત્વ વિભાગથી જરૂરી મંજૂરી મળતા વર્ષો પછી તેનતળાવની ઊંડાઈ વધી છે. પ્રવાસન વિભાગમાં સત્વવેશથી તેનતળાવની સુંદરતા વધશે અને ગામના વિકાસનો વેગ વધશે. આમ, જળ સંચય અભિયાન હેઠળ અમર પ્રેમની દાસ્તાન કહેતું તેનતળાવ વધુ દર્શનીય બનશે. ઈતિહાસ સાચવશે અને જળ ભંડારમાં અભિવૃધ્ધિ સહિત લગભગ ત્રેવડા લાભો આ ગામને મળશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT