Connect Gujarat

જાણોઃ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના નૂતન વર્ષ વિશે

જાણોઃ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના નૂતન વર્ષ વિશે
X

ભારતમાં કન્યાકુમારીથી લઇને કાશ્મીર સુધી દરેક સંસ્કૃતિ, પોશાક, ખાણીપીણી, જીવનશૈલી, ભાષા, બોલીમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતાથી ભરેલા આ દેશના દરેક રાજ્યમાં નવુ વર્ષ પણ અલગ-અલગ છે.

જેમકે, ગુજરાતમાં નવુ વર્ષ વિક્રમ સંવંતના નવા વર્ષની શરૂઆતના દિવસે મનાવવામાં આવે છે. જેને બેસતુ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તો પંજાબમાં નવુ વર્ષ પંજાબી કેલેન્ડર મુજબ વૈશાખ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસે ખાલસાનો ઉદય થયો હોવાથી તેને ખાલસા સર્જન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નાવરેહ એ જમ્મુ-કાશ્મીરનું નવુ વર્ષ છે. જે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી શરૂ થાય છે. નાવરેડ સપ્તઋષિ સંવંત મુજબ આવે છે.

બંગાળી લોકો બંગાળી કેલેન્ડર મુજબ નવુ વર્ષ ઉજવે છે. જેને પોહેલા અથવા પોઇલા બોઇશાખ તરીકે ઓળખવામાં આવે છે. તે મોટેભાગે 14 એપ્રિલ કે 15 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે.

તમિલનાડુના લોકો પુઠાંડુને તેમના નવા વર્ષ તરીકે ઉજવે છે. જે તમિલનાડુના કેલેન્ડર મુજબ એપ્રિલના મધ્યમાં ઉજવવામાં આવે છે.

પના સંક્રાતિ કે મેશા સંક્રાતિ એ ઓરિસ્સા રાજ્યનું નવુ વર્ષ છે. જ્યારે સૂર્ય મેશ રાશિમાં પ્રવેશ કરે ત્યારે આ દિવસ મનાવવામાં આવે છે. જે મોટેભાગે 14 એપ્રિલ કે 15 એપ્રિલના દિવસે હોય છે.

કર્ણાટક રાજ્યમાં કન્નડ લોકો તેમના નવા વર્ષને ઉગાડી તરીકે ઓળખે છે. જે ચૈત્ર મહિનામાં આવે છે. કર્ણાટકમાં આ દિવસ શક કેલેન્ડર મુજબ મનાવવામાં આવે છે.

Next Story
Share it