Connect Gujarat
Featured

જાણો કઈ અભિનેત્રીએ ડોક્ટર્સને આપી 1000 PPE કિટ

જાણો કઈ અભિનેત્રીએ ડોક્ટર્સને આપી 1000 PPE કિટ
X

કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી સુરક્ષાની જરૂર રહે છે. તેઓને ઇન્ફેક્શનથી બચવા માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની જરૂર પડે છે. વિદ્યા બાલને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી છે. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી છે.

વિદ્યા બાલને વીડિયો શેર કરીને સમગ્ર માહિતી જણાવી છે કે, હાલ

ડોક્ટર્સ, નર્સ અને વોર્ડ બોય્ઝ માટે PPE (પર્સનલ

પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની અછત છે. તેઓ સતત દર્દીઓના સંપર્કમાં રહે છે. હું અંગત

રીતે 1000 કિટ્સ સમગ્ર દેશના હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફને

ડોનેટ કરી રહી છું. હું અન્ય 1000 કિટ્સ માટે પૈસા

એકઠાં કરવાની શપથ પણ લઉં છું. જો તમે આ ઉમદા કામમાં ફાળો આપશો તો હું તમને આભારનો

એક પર્સનલ વીડિયો મેસેજ મોકલીશ.

કિટ્સમાં શું હશે , ખર્ચ કેટલો વગેરે વિશે

માહિતી આપતા વિદ્યા બાલને કહ્યું કે,

દરેક PPE કિટમાં કવરઓલ લેમિનેટેડ અને વોટરપ્રૂફ નાઇટ્રાલ ગ્લવ્ઝ, ગોગલ્સ, ફેસ શિલ્ડ, 3 પ્લાય સર્જિકલ માસ્ક

અને શૂ કવર હશે. આ કિટની કિંમત 650 રૂપિયા છે અને આમાં લોજિસ્ટિક ખર્ચ અને ટેક્સ સહિત તમામ ખર્ચનો સમાવેશ થઇ

જાય છે. ટ્રીંગની વેબસાઈટ પર જઈને તમે ડોનેટ કરી શકો છો. થોડા દિવસ પછી તમે ડોનેટ

કરેલ કિટ કઈ હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે તેની માહિતી શેર કરવામાં આવશે.

Next Story