Connect Gujarat

જાણો કેવી રીતે રૂ.2000 ની નોટથી અટકશે ભ્રષ્ટાચાર

જાણો કેવી રીતે રૂ.2000 ની નોટથી અટકશે ભ્રષ્ટાચાર
X

તા. 8 નવેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ઘોષણા કરી હતી. જે અનુસાર દેશમાં 500 અને 1000ની જુની નોટો બંધ કરીને તેની જગ્યાએ 500 અને 2000ની નવી નોટો બજારમાં આવશે.

આ ઐતિહાસિક નિર્ણયથી દેશમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે આનાથી ભ્રષ્ટાચાર ઉપર કેવી રીતે રોક લાગશે?

વધુ મૂલ્ય અને ઓછી જગ્યા રોકતી હોવાને લીધે મોટા ભાગે લોકો કાળું નાણું છુપાવવા માટે રૂ.1000 ની નોટનો ઉપયોગ કરતા હોય છે અને પોતાનું કાળું ધન ઘણી જગ્યાએ સંતાડી રાખે છે. પરંતુ નવી રૂ.2000 ની નોટ આ કામને સરળતાથી અટકાવશે.

RBI દ્વારા રૂ.2000 ની નોટ બહાર પાડવામાં આવશે જે 'State of the Art Nanotechnology' થી બનાવવામાં આવશે જેમાં NGC (NENO GPS CHIP) નામની ચીપ લગાવવામાં આવશે.

આ ચીપથી નોટની લોકેશનની જાણકારી મેળવી શકાશે જેનાથી આ નોટોનો જથ્થો જ્યાં રાખેલ હશે તે જગ્યાની પણ જાણકારી પ્રાપ્ત કરી શકાશે. જેનાથી આયકર વિભાગ જેવા તમામ મહેસુલી વિભાગનું કામ પણ સરળ બની જશે.

Next Story
Share it