Top
Connect Gujarat

જાણો શું છે વિદ્યાબાલનની કહાની-2 માં રહસ્ય

જાણો શું છે વિદ્યાબાલનની કહાની-2 માં રહસ્ય
X

વિદ્યાબાલનની પ્રથમ કહાની ફિલ્મની સફળતા બાદ કહિની -2 આજરોજ સિનેમા ગૃહોમાં રિલીઝ કરવામાં આવી છે, આ ફિલ્મમાં વિદ્યાએ વિદ્યાસિન્હાના પાત્રનો અભિનય કર્યો છે.

નિર્માતા અને નિર્દેશક સુજોય ઘોષ અને જયંતિલાલ ગડાની ફિલ્મ કહાની -2 દુર્ગારાનીસિંહ માં સંગીત ક્લિન્ટન કેરેજોએ આપ્યુ છે.

ફિલ્મમાં વિદ્યાબાલન, અર્જુન રામપાલ, જુગલ હંસરાજ, તોતા રોય ચૌધરી, મનિની ચઢ્ઢા સહિતના કલાકારો એ અભિનયના ઓઝસ પાથર્યા છે.

ફિલ્મમાં વિદ્યાબાલને વિદ્યાસિન્હા અને તેની પુત્રી મિની (નાયના ખન્ના) ચંદન નગરમાં શાંતિપૂર્વક જીવન જીવે છે. ત્યારે અપહરણકારો મિનીનું અપહરણ કરે છે. અને આ કારણ થી વિદ્યા ખુબજ ચિંતિત બની જાય છે. અને પોતાની દીકરીને શોધવા માટે તે નીકળી પડે છે પરંતુ તેની સાથે પણ એક દુર્ઘટના સર્જાય છે અને જેના કારણે તે કોમામાં સરી પડે છે.

આ હિટ એન્ડ રનની ઘટનાની તપાસ સબ ઇન્સ્પેકટર ઇન્દ્રજીતસિંઘ (અર્જુન રામપાલ)ને સોંપવામાં આવે છે, અને જયારે તપાસ માટે હોસ્પિટલ પહોંચે છે તો વિદ્યા સિન્હા ને જોઈને ઇન્દ્રજીત ઉંડા વિચારમાં સરી પડે છે. અને વિદ્યાના અંધકારમય અતિત સાથે તેનો સામનો થાય છે અને વિદ્યાસિન્હા બીજું કોઈ નહિ પણ એક અપરાધી દુર્ગારાની હોવાનું ઓળખી કાઢે છે.

શું સબ ઇન્સ્પેકટર દુર્ગારાની માંથી વિદ્યાસિન્હા અને તેની દીકરીના અપહરણ પાછળનું રહસ્ય ઉકેલવા માં સફળ થાય છે કેમ તે જોવા માટે કહાની -2 ફિલ્મ તમારે જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે નોટ બંધી ની અસરને જોતા વજહ તુમ હો ફિલ્મ નું રિલીઝ અટકાવી દેવામાં આવ્યુ છે અને તેની રિલીઝ ડેટ બે અઠવાડિયા પાછી ઠેલાય છે.

Next Story
Share it