Connect Gujarat

જાણો હવેથી બેન્ક અને ATM માંથી કેટલો કરી શકાશે રોકડ વ્યવહાર

જાણો હવેથી બેન્ક અને  ATM  માંથી કેટલો કરી શકાશે રોકડ વ્યવહાર
X

કેન્દ્ર સરકારે લીધેલા આર્થિક નિર્ણય બાદ દેશમાં જૂની ચલણી નોટો જમા કરાવવા તેમજ નવી ચલણી નોટો મેળવવા માટે બેંકો અને પોસ્ટ ઓફિસોની આગળ સામાન્ય જનતાની લાંબી કતારો ઠેર ઠેર જોવા મળી રહી છે.

જેમાં એક દિવસમાં રૂ 4000ની નોટો બદલી શકાય અને રૂ 2000 ATM માંથી કાઢી શકાય છે. પરંતુ નાણાં મંત્રાલય દ્વારા નવી નોટના વિતરણની સ્થિતિનું તથા લોકોને પડતી મુશ્કેલીનું ઉંડાણથી નિરીક્ષણ કરાયુ હતુ જે અનુસંધાને લોકોની હાલની સ્થિતિને પારખીને સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

આ નવા નિર્ણય અનુસાર હવેથી બેંકોમાં રૂ 4000 ને બદલે રૂ 4500ની જૂની નોટો બદલી શકાશે અને બીજી તરફ રૂ 2000 ની જગ્યાએ રૂ 2500 ATM માંથી કાઢી શકાશે. આ સિવાય અગાઉની એક દિવસમાં રૂ 10,000 ઉપાડવાની લિમિટ દૂર કરાઈ છે અને અઠવાડિયાની રૂ 20,000 ઉપાડવાની ની લિમિટ વધારીને રૂ 24,000 કરી દેવામાં આવી છે. સાથે સાથે વૃદ્ધો, દિવ્યાંગો માટે અલગ લાઈનની જાહેરાત પણ કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ 500ની નવી ચલણી નોટનું વિતરણ પણ બેંકો દ્વારા રવિવારથી આપવાનું શરૂ કરાયુ છે અને એક અંદાજ પ્રમાણે 15 નવેમ્બર સુધીમાં રૂ 500ની નવી નોટ ATMમાં પણ શરૂ થશે જેનાથી બેંકો પરનું ભારણ ઘટશે.

આ જાહેરાતથી સામાન્ય જનતામાં ખુશીની લહેર ફરી વળી હતી અને લોકો એ થોડો રાહતનો શ્વાસ લીધો હતો અને આ સાથે સરકારનો આભાર માન્યો હતો.

હવે જોવુ રહ્યુ કે સરકારના આ નિર્ણયથી લોકોને કેટલી હદે નોટો બદલવામાં અને ATM માંથી કાઢવામાં પડી રહેલ મુશ્કેલીમાં રાહત થશે.

Next Story
Share it