જામનગર મહાનગર પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 35થી વધુ શાળાઓના 500થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ રમતોમાં ભાગ લઇ રહ્યાં છે. શહેરના ધનવંતરી મંદિર ગ્રાઉન્ડ પર આજે આ શાળા રમતોત્સવ-2019નું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નગરપ્રાથમિક શિક્ષણ સમિત્તિ દ્વારા આજથી શરૂ થયેલા આંતરશાળા બાળ રમતોત્સવ-2019નું ઉદ્ઘાટન મેયર હસમુખભાઇ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, શહેર ભાજપ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિના પૂર્વ ચેરમેન હસમુખભાઇ હિંડોચા, શિક્ષણ સમિત્તિના ચેરમેન વસંતભાઇ ગોરી, વાઇસ ચેરમેન ચન્દ્રવદનભાઇ ત્રિવેદી, કોર્પોરેટર ચેતનાબેન, પ્રફુલ્લાબેન તેમજ શાસનાધિકારી સી.એમ.મહેતા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

કબડ્ડી, ખો-ખો, લંગડી, ઉંચીકૂદ, ચક્રફેંક અને લીંબુચમચીસ જેવી શેરી-ગલ્લીની રમતોને લઇ પ્રાચીન રમતોને જીવંત રાખતા આ આંતરશાળા બાળ રમતોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા છે. સ્પર્ધા સફળ બનાવવા દરેક શાળાના વ્યાયામ શિક્ષકો અને શિક્ષણ સમિત્તિનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.

LEAVE A REPLY