Connect Gujarat
ગુજરાત

જામનગરઃ હાર્દિકના સમર્થનમાં લાલપુર સજ્જડ બંધ, BJPનાં આગેવાન રામધૂનમાં જોડાયા

જામનગરઃ હાર્દિકના સમર્થનમાં લાલપુર સજ્જડ બંધ, BJPનાં આગેવાન રામધૂનમાં જોડાયા
X

આજે વહેલી સવારથી જ લાલપુરની મેઈન બજાર સહિત તમામ દુકાનો બંધ રહી હતી

ખેડૂતો અને અનામત મુદ્દે પાસ કન્વીર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ, જોડિયા અને ધ્રોલમાં સામુહિક રામધૂનના કાર્યક્રમો બાદ હવે પાસ આગેવાનો દ્વારા જામનગર જીલાના લાલપુર ગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે, લાલપુરનાં સરપંચ અને જીલ્લા ભાજપનાં અગ્રણી સમીર ભેંસદડિયા પણ હાર્દિકનાં સમર્થનમાં આવ્યા છે. જેઓ ગામલોકો દ્વારા યોજેલી રામધૂનમાં જોડાયા હતા.

હાર્દિકનાં સમર્થનમાં લાલપુરવાસી ઓએ સજ્જડ બંધ પાડ્યો છે. આજે વહેલી સવારથી જ લાલપુરની મેઈન બજાર સહિત તમામ દુકાનો બંધ રહી હતી. તેમજ શાકમાર્કેટ સહિતનો વિસ્તાર બંધમાં જોડાયો હતો. લોકોએ હાર્દિકના ફોટા સાથે રામધૂન યોજી આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ભાજપનાં જ સરપંચ ગામલોકો સાથે રામધૂનમાં જોડાતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

Next Story
Share it