જામનગર:કેતન સોસાયટીમાં ઝેરી માસ નાખી કુતરાની કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં આવ્યો નવો વળાંક

New Update
જામનગર:કેતન સોસાયટીમાં ઝેરી માસ નાખી કુતરાની કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં આવ્યો નવો વળાંક

જામનગર માં ત્રણ દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર ના બંગલાની પાછળ કેતન સોસાયટી માં ઝેરી ટીકાદાવાળું માસ નાખીને સેટ શેરીના કુતરાની કરવામાં આવેલી હત્યાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ સમક્ષ થયેલી રજૂઆત બાદ જિલ્લા પોલીસવડા દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ ને સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે.

જામનગર ના જીવદયા પ્રેમીઓમાં કચવાટ મચાવતી આ ઘટનાની વિગતો અનુસાર તારીખ 13.05.2019ના સોમવાર ના રોજ મ્યુનિસિપલ કમિશનરના બંગલાની પાછળ આવેલ કેતન સોસાયટી માં અડધો ડઝન થી વધુ એટલે કે સાત જેટલા કુતરાઓના સબ જુદા જુદા સ્થળોએ જોવા મળ્યા હતા અને કોઈએ એકીસાથે આ કુતરાઓને મારી નાખ્યા હોવાની શંકા ઊપજી હતી ઘટના સ્થળે ઢોર ના માસ ના ટુકડા જોવા મળ્યા હતા અને તેમાં જાંબલી કલરની ઝેરી ટીકડીઓ ભેળવી દેવામાં આવી હોવાનું જે તે સમયે જોવા મળ્યું હતું.

આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે કચવાટ ની લાગણી ઊભી થઈ હતી અને જિલ્લા પોલીસવડાને આ અંગે જીવદયા પ્રેમીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિધિવત રીતે જીવદયા પ્રેમીઓ દ્વારા શહેરના સિટીબી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી આ અંગે તપાસ આગળ વધી છે.

Latest Stories