જામનગર : એલઆરડી ભરતી પરીક્ષા મામલે રબારી, ભરવાડ અને ચારણ સમાજનું આવેદન
BY Connect Gujarat16 Dec 2019 2:50 PM GMT

X
Connect Gujarat16 Dec 2019 2:50 PM GMT
જામનગરમાં રબારી- ભરવાડ- ચારણ સમાજ એકતા સમિતિ દ્વારા એલઆરડી ભરતી પરીક્ષા મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
જામનગર
જિલ્લા સમસ્ત માલધારી સમાજ પ્રેરિત રબારી- ભરવાડ- ચારણ સમાજ એકતા સમિતિ દ્વારા
તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક પોલીસ ભરતી ની પરીક્ષા માં અનુસૂચિત જનજાતિ કેટેગરીના
રબારી -ભરવાડ- ચારણ સમાજના ઉમેદવારોને થયેલા અન્યાયના વિરોધમાં આજે રેલી યોજવામાં
આવી હતીp મુખ્યમંત્રીને
સંબોધીને પાઠવેલા
આવેદનપત્ર જણાવાયા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૮ માં એલઆરડી ભરતી પરીક્ષા લેવાઇ
હતી જેમાં અનુસૂચિત જનજાતિ કેટેગરી ધરાવતા રબારી-ભરવાડ અને ચારણ સમાજના ઘણા
ઉમેદવારો કટ મેરીટ કરતાં વધારે ગુણ ધરાવતા હોવા છતાં આવા ઉમેદવારોને મેરિટ લિસ્ટની
બહાર રાખવામાં આવ્યા છે. જે મામલે વિરોધ દર્શાવી રજૂઆત કરવામાં આવી છે.
Next Story