Connect Gujarat
ગુજરાત

જામનગર: કાલાવડ ખાતે ખેડૂતો એ પોતાના aપડતર પ્રશ્નો અંગે સરકાર વિરૂધ્ધ નોંધાવ્યો વિરોધ

જામનગર: કાલાવડ ખાતે ખેડૂતો એ પોતાના aપડતર પ્રશ્નો અંગે સરકાર વિરૂધ્ધ નોંધાવ્યો વિરોધ
X

  • કાલાવડ તાલુકા માં આખી સિઝન નો ખરેડી માં કુલ 162એમેમ, બેરાજા માં 182 એમએમ, નવાગામ માં 295 એમએમ કુલ વરસાદ નોંધાયો
  • ખેડૂતોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી યોજી આવેદન પત્ર આપ્યું

જામનગર ના કાલાવડ ખાતે ખેડૂતો એ પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર વિરુધ્ધ વિરોધ નોંધાવ્યો હતો સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી યોજી મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જામનગર ના કાલાવડ ના આઝાદચોક ખાતે આશરે 200 થી વધુ ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગે સરકાર વિરુધ્ધ દેખાવો કરી ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા અને રેલી યોજી મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આવેદન દ્વારા જણાવ્યુ હતું કે આ વર્ષે જામનગર જિલ્લા માં ઓછા વરસાદ નો વિસ્તાર છે .અંહી નાની યોજનાઓનો પૂરેપૂરો અમલ થયો નથી કાલાવડ તાલુકામાં આખી સિઝન નો ખરેડી માં કુલ 162એમેમ, બેરાજા માં 182 એમએમ, નવાગામ માં 295 એમએમ કુલ વરસાદ નોંધાયો છે છતાં મગફળીનો માત્ર 26 ટકા પાક વીમો મંજૂર થયો છે.

જે ખૂબ જ ઓછો છે ખેડૂતોને 100 ટકા વળતર ચૂકવવું જોઈએ ગુજરાત સરકારે નવેસર થી જમીન માપણી હાથ ધરી તેમાં ખૂબ મોટા પ્રમાણ માં ક્ષતિઓ રહી છે હાલ સામાન્ય લાગતી બાબતો ભવિષ્ય માં ભાઈ ભાઈ અને પડોશીમાં વેરઝેર વધારે તેથી જમીન માપણી તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ જામનગર જિલ્લો અને આખું સૌરાષ્ટ્ર ખૂબ ઓછા અને અનિયમિત વરસાદ ધરાવતો વિસ્તાર છે અંહી સિંચાઇ પૂરતી સગવડો ઊભી થઈ નથી જે સિંચાઇ યોજનાઓ છે તેનો પૂરી ક્ષમતાથી ઉપયોગ થયો નથી હયાત તમામ યોજનાઓનું જરૂરી મરામત કામ અને ડીસીલ્ટિંગ નું કામ હાથ ધરાય ઉપરાંત સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન કલપસર યોજનાનુ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે કલ્પસર યોજના કાર્યરત થાય તો 10.54 લાખ હેકટર જમીનને સિંચાઇ નો લાભ મળતો થાય જેવી તમામ માંગ સાથે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Next Story