Top
Connect Gujarat

જામનગર કોચીંગ કલાસીસ એસોસીએશન દ્વારા સરકારના જાહેરનામામાં છુટછાટ માટે રજૂઆત

જામનગર કોચીંગ કલાસીસ એસોસીએશન દ્વારા સરકારના જાહેરનામામાં છુટછાટ માટે રજૂઆત
X

સુરતના તક્ષશીલામાં બનેલી આગની ગોઝારી ઘટનામાં માસુમ વિદ્યાર્થીઓના મોત બાદ રાજય સરકાર દ્વારા રાજયના દરેક જિલ્લાના કોચીંગ કલાસીસ અને ટ્યુશન પર ફાયર સેફટીની સુવિધા અંગેના આદશો જારી કરી દેવામાં આવ્યા હતાં. જામનગર કોચીંગ કલાસીસ એસોસીએશન દ્વારા સરકારના જાહેરનામામાં છુટછાટ માટે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરબદલ માટે રાજ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

જામનગર કોચિંગ કલાસીસ એસોસિએશન દ્વારા આજરોજ રાજ્યના અન્ન અને પુરવઠા, કુટીર ઉદ્યૌગ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ને આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી. ટ્યુશન કલાસીસના સંચાલકોની રજુઆત સમયે સ્થાયી સમિતિના ચેરમેન સુભાષભાઇ જોષી અને ભાજપના મહામંત્રી ડો. વિમલભાઇ કગથરા હાજર રહ્યા હતાં.

કોચિંગ કલાસીસ એશોસિએશનની માંગણી છે કે નાના કોચિંગ કલાસીસ સંચાલકોની રોજીરોટીને ધ્યાને રાખીને તેમજ વિદ્યાર્થીઓના ભણતરનું નવું સત્ર ટુંકમાં શરૂ થવા જઇ રહ્યું હોય વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે સરકાર તેના જાહેરનામામાં છુટછાટ આપે અને સરકાર દ્વારા કોચીંગ કલાસીસ પર લાદવામાં આવેલ કડક નિયમોમાં ફેરફાર કરવામાં આવે હાલ ફાયર શાખા દ્વારા એન.ઓ.સી. મેળવવામાં નિયમોમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. જે-તે સમયે બિલ્ડરો દ્વારા કરવામાં આવેલી ભુલનો ભોગ કોચીંગ કલાસીસ સંચાલકો બની રહ્યા છે. અને જે લો રાઇઝ બિલ્ડીંગો સરકારી ધારા-ધોરણ મુજબ નથી બન્યા કે ત્યાં ફાયરની ઇલેકટ્રીકની સલામતીની સુવિધા પ્રયાપ્ત નથી તેની સજા કોચિંગ કલાસીસને કરવામાં આવી રહી છે.

જયારે આ અંગેની કાર્યવાહી બિલ્ડરો પર કરવાની રહે છે. કોચિંગ કલાસીસ સંચાલકો અશ્ર્વીનભાઇ કોટેચા, નિમેષભાઇ ધ્રુવ, ડી.પી. મોનાણી અને વિમલભાઇ ગઢવી, જતીનભાઇ શાહ, સંજય ખંડેલવાલ સહિતના આગેવાનોએ આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે કે સુરતની આગની ઘટનાની ગંભીરતા જરા પણ ઓછી આંકડા વગર અને તેને જરા પણ હળવાશથી લીધા વગર અમો સલામતી અંગે પગલાઓ લેવા તૈયાર છીએ સરકાર દ્વારા સમય આપી સારી સ્થિતિનું નિર્માળ થાય તે પણ જરૂરી છે.

Next Story
Share it