Connect Gujarat
ગુજરાત

જામનગર : પ્રદર્શન મેદાનમાં દશેરાએ 35 ફૂટ ઉંચા રાવણનું કરાશે દહન

જામનગર : પ્રદર્શન મેદાનમાં દશેરાએ 35 ફૂટ ઉંચા રાવણનું કરાશે દહન
X

આવતીકાલે દશેરા નિમિતે જામનગર સિંધી સમાજ દ્વારા રાવણદહન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરાશે.

દશેરાના દિવસે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જામનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ 35 ફુટ ઉંચાઇના મહાકાય રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવ્યાં છે. ખાસ આગ્રા અને અમદાવાદથી બોલાવેલા કારીગરો દ્વારા 15 દિવસની જહેમતથી આ પુતળાઓ બનાવવામા આવ્યા છે. મંગળવારે સાંજે સાધુ, સંતો, રાજકીય આગેવાનો તથા જામનગર શહેરની હજારોની જનમેદનીની ઉપસ્થિતિમાં રાવણ દહન કરવામાં આવશે. જામનગર સિંધી સમાજના આગેવાનો તેમજ 35 જેટલી સંસ્થાઓ રાવણ દહન ના કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.

Next Story