Connect Gujarat
ગુજરાત

જામનગર: મોટી વેરાવળ ગામ ઉનાળાના પ્રારંભે જ તરસ્યું...!

જામનગર: મોટી વેરાવળ ગામ ઉનાળાના પ્રારંભે જ તરસ્યું...!
X

  • ૧૨૦૦ જેટલા લોકો ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખાં.
  • ગામ માં ખેતી માટે તળાવ કે કોઈપણ જાતની નહેર નથી.
  • ગયા વર્ષે વરસાદ ઓછો પડવાથી બાજુની નદી પણ સુકાઈ.
  • મોટી વેરાવળ ગામ સંપૂર્ણ પણે વરસાદ આધારિત ખેતી કરે છે.
  • પાણી માટે ગ્રામજનોને અઠવાડીયા માં બે વખત પાણીના ટેન્કર માંગવાવવા પડે છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મોટી વેરાવળ ગામ ઉનાળાના પ્રારંભે જ તરસ્યું બન્યું છે સંપૂર્ણ રીતે વરસાદ આધારીત ગામ હોવાથી ગ્યાં વર્ષ માં ઓછા વરસાદ ના કારણે ગામ માં કૂવા બોર અને ડંકીના પાણી ડૂકિ ગયા છે ગામજનોને હાલ પીવા માટે અને ખેતી માટે પાણી વેચાતું લઈ જરૂરિયાત પૂરી પાડવી પડે છે.

ઉનાળા ના પ્રારંભે જ જામનગર માં પાણીના પોકાર ની શરૂઆત થઈ ચૂકી છે. જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા નું મોટી વેરાવળ ગામ ના આશરે ૧૨૦૦ જેટલા લોકો ઉનાળાની શરૂઆતમાં જ પાણી વગરના રહી ગયા છે. મોટી વેરાવળ ગામ સંપૂર્ણ પણે વરસાદ આધારિત ખેતી કરે છે. ગામમાં ખેતી માટે તળાવ કે કોઈપણ જાતની નહેર નથી જ્યારે ગયા વર્ષે વરસાદ ઓછો પડવાથી બાજુની નદી પણ સુકાઈ ગઈ છે અને ગામ માં આવેલા કૂવા બોર અને ડંકીના તળિયા ઝાટક થઈ ગયા છે.

ગામ આ વર્ષે ઉનાળુ પાક લઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી જ્યારે ગામને પીવાના પાણીની વાત કરીએ તો ગામજનોએ કનેકટ ગુજરાત સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે સંપ દ્વારા ગામમાં દર દસ દિવસે પાણી આવે છે અને એ પણ અપૂરતું આવે છે. માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગામજનોને પાણીની ખરીદી કરવી પડે છે. જે પાણી માટે ગ્રામજનોને અઠવાડીયા માં બે વખત પાણીના ટેન્કર માંગવાવવા પડે છે. ત્યારે મહિને ૧૦થી ૧૫ હજાર રૂપિયા નો ખર્ચો તો પાણીમાં જ થઈ જાય છે. ગામજનો અને સરપંચ દ્વારા સરકારમાં ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ સરકાર દ્વારા કરવામાં ના આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

Next Story