Connect Gujarat
ગુજરાત

જામનગર: લાયન્સ ક્લબ 3232 જે દ્વારા બે દિવસીય અધિવેશનનું આયોજન કરાયું

જામનગર: લાયન્સ ક્લબ 3232 જે દ્વારા બે દિવસીય અધિવેશનનું આયોજન કરાયું
X

જામનગર શહેરમાં લાયન્સ ક્લબ 3232 જે દ્વારા બે દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી થી ઇન્ટરનેશનલ ડાયરેકટર અરુણાબેન ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે જ લાયન્સ ક્લબ દ્વારા છેવાડા ના માનવી સુધી પોતાની સેવાકીય પ્રવૃતિઓ પહોંચે એવા ઉદેશ થી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની શાખા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 જે નું વાર્ષિક અધિવેશન બે દિવસ માટે જામનગરમાં યોજાયું હતું. આ અધિવેશનમાં વિવિધ સેવાકીય પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હતા.

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની 85 લાયન્સ ક્લબ, લાયોનેસ ક્લબ અને લીયો ક્લબ ના 750 સદસ્યોનું વાર્ષિક અધિવેશન બે દિવસીય જામનગર મુકામે યોજાવામાં આવ્યું હતું. તેમાં લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ ડાયરેકટર ઓશવાલ ગ્રૂપના ચેરમેન અરુણાબેન ઓશવાલ અદાણી પોર્ટના વાઇસ ચેરમેન સહિત ગુજરાત અને ગુજરાત બહારના લાયન્સ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બહેરા મૂંગા બાળકોને બોલતા કરવા કિડની ડાયાલીસીસના ઓપરેશન તેમજ જરૂરિયાત પરિવાર ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું.

Next Story