Top
Connect Gujarat

જામનગર: લોકોને મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી એક ગેંગ ઝડપાઇ

જામનગર: લોકોને મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી એક ગેંગ ઝડપાઇ
X

જામનગરમાં જે પુરૂષ સુખી સંપન્ન પરિવારનો બતાવી જેની પાસે ફોર વ્હીલર કાર હોય પૈસા હોય તેવા લોકોને મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી એક ગેંગને ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીની ટીમે ઝડપી પાડી છે.

જામનગર આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ લગાવવાનું અને જમીન-મકાન લે વેચનું કામ કરતાં સાહીલ બ્લોચ નામના યુવકનો પરિચય પુષ્કરપાર્ક વિસ્તારમાં રહેતી અંકિતા ઉર્ફે જીગ્ના સાથે થયો હતો અને મકાન લેવા બાબતે સાહિલને અંકિતાએ પોતાના ઘરે બોલાવી છેડતી અને બળાત્કાર કરવાના આક્ષેપો કરી અને બુમાબુમ કરી મૂકી હતી અને સાહિલને પોલીસ કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.

આ બાદ આ ગેંગના અન્ય સાગરીતો ગોગન આહીર અને વિશ્વરાજસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. અને બોલેરો કારમાં અપહરણ કરી છૂટવા માટે રૂપિયા ૨૦ હજારની માગણી કરી હતી. આવેલ શખ્સોમાંના એક શખ્સે IB ઓફિસર અને અન્ય એક શખ્સે કોન્સટેબલ અને એક મહિલાએ પોતે મહિલા કોન્સટેબલ હોવાની ઓળખ સાહિલને આપી અને ધાક ધમકીઓ આપી તેની પાસેથી ૨૦ હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મેળવી લીધા હતા.

આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે ૩ આરોપીઓ અંકિતા,ગોગન આહીર અને વિશ્વરાજસિંહ જાડેજા ની ધરપકડ કરી છે જયારે ગેંગની મુખ્ય સૂત્રધાર માનવામાં આવતી રાજકોટની નિશાને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

Next Story
Share it