Connect Gujarat
ગુજરાત

જામનગર : 2 રૂ.માં કયું ફ્રૂટ આપશે પોષણ..? આંગણવાડીમાં બાળક દીઠ રાજ્ય સરકારે ફાળવ્યા ફ્રૂટના માત્ર 2 રૂ.

જામનગર : 2 રૂ.માં કયું ફ્રૂટ આપશે પોષણ..? આંગણવાડીમાં બાળક દીઠ રાજ્ય સરકારે ફાળવ્યા ફ્રૂટના માત્ર 2 રૂ.
X

રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં ફ્રૂટ માટે એક બાળક દીઠ માત્ર બે રૂપિયા ફાળવી મજાક કરાઇ જેના કારણે આંગણવાડી સંચાલકો પણ મૂંઝવણમાં છે કે, ત્યારે જામનગરની વિવિધ આંગણવાડીમાં માત્ર 2 જ રૂપિયામાં બાઆળકોને કયું ફ્રૂટ આપવું અને જે ફ્રૂટ આપવું તે કેટલું આપવું, હાલ તો સંચલાકો તે મૂંઝવણમાં મુકાયા છે

બાળકો કુપોષિત ન રહે તેમજ કુપોષણને ડામવા સરકારે

આંગણવાડીના ભૂલકાઓને અઠવાડીયામાં બે વખત નાસ્તામાં ફ્રૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં બાળક દીઠ 2 રૂપિયા ફાળવવામાં

આવ્યા છે. હવે 2 રૂપિયામાં કયું ફ્રૂટ બાળકને પોષણ આપી શકે તે એક સવાલ છે. હાલમાં સફરજન, કેળાં, પપૈયાના ભાવ પણ આસમાને

છે, ત્યારે બે રૂપિયામાં બાળકને અડધું કેળું આપવું પડે તેવો આ રાજ્ય સરકારનો નિર્ણય મજાક સમાન બન્યો છે.

જો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના 900 જેટલા

આંગણવાડીના સંચાલકો 2 રૂપિયામાં કયું ફ્રૂટ આંગણવાડીના બાળકને આપવું તે મૂંઝવણમાં

છે. જામનગર જિલ્લામાં 900 આંગણવાડી કેન્દ્રોમાં 58710 ભૂલકાઓ છે, ત્યારે

એક આંગણવાડીને દર સોમવારે અને ગુરુવારે એક બાળકના 2 રૂપિયા લેખે કુલ રૂપિયા 60 મળવાપાત્ર છે. પરંતુ હાલ બજારમાં

સરફરજન રૂપિયા 80 કિલો અને ચીકુ 120ના કિલો ભાવ છે, ત્યારે 30 બાળકના મળતા રૂપિયા 60માં 30 બાળકોને અડધું અડધું

ફ્રૂટ કરીને આપવું પડે તેવી પરિસ્થિતી નિર્માણ પામી છે.

આ અંગે જામનગર મહાનગર પાલિકાના સીડીપીઓ સાથે ચર્ચા

કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લીલા

શાકભાજી, કઠોળ અને ફ્રૂટ સહિત એક બાળક દીઠ રૂપિયા 5 આપવાનો સરકારનો નવો

નિર્ણય છે અને આ નિર્ણયનો પરિપત્ર તારીખ 19થી અમલમાં આવ્યો છે

અને આ પ્રમાણે આંગણવાડી કાર્યકરને બાળકદીઠ ચૂકવણું કરવામાં આવશે.

Next Story
Share it