જામનગર : 2000 રાજપુત મહિલાઓએ તલવાર રાસ રમી રચ્યો વિશ્વ વિક્રમ

157

જામનગરના ધ્રોલમાં આજે ભૂચર મોરીના મેદાનમાં ઇતિહાસ રચાયો છે. 2000 જેટલી રાજપૂત મહિલાઓ તલવાર રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

રાજપુત સમાજના તલવાર રાસ સાથે ભુચર મોરીની કથા સંકળાયેલી છે. ભૂચર મોરીના યુદ્ધમાં એટલી તો ખુવારી થઇ હતી કે સંબધિત વિસ્તારોમાં તેનો શોક દાયકાઓ-સૈકાઓ સુધી રહ્યો હતો. નવાનગરના મેળાઓ અને ઉત્સવો બંધ થઇ ગયા. પોતાના વીરોની સ્મૃતિમાં સ્થાનિક જનતાએ ૨૫૦ વર્ષ સુધી ઉત્સવો અને મનોરંજન બંધ કર્યાં હતાં.ભૂચર મોરીની લડાઈ શાહી સેના સામે પ્રાદેશિક રાજ્યોનો સંઘર્ષ હતો. નવાનગરની નાની પણ બહાદુર સેનાએ મુઘલની શાહી સેના સામે ભીડેલી બાથ એ ગુજરાતના ઈતિહાસનું ગૌરવશાળી પૃષ્ઠ છે. ભુચર મોરીની યાદમાં રાજપુત સમાજની મહિલાઓ તલવાર રાસ રમે છે. જામનગર નજીક ધ્રોલ ના ભૂચરમોરી મેદાનમાં આજે રાજપુતો દ્વારા રાજપૂતાણીની તલવાર બાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે 2,200થી વધારે રાજપુત મહિલાઓએ તલવાર રાસ રમી વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.  આ ઘટનાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

 

LEAVE A REPLY