Connect Gujarat
ગુજરાત

જિલ્લા કલેકટર સાથેના પરામર્શ હેઠળ સેનાએ પ્રવાસીઓને સલામત રીતે શહેરમાં પહોંચાડવાની જવાબદારી ઉઠાવી

જિલ્લા કલેકટર સાથેના પરામર્શ હેઠળ સેનાએ પ્રવાસીઓને સલામત રીતે શહેરમાં પહોંચાડવાની જવાબદારી ઉઠાવી
X

ભારતીય સેનાની 29 એર ડિફેન્સ રેજીમેન્ટના જવાનો અને અધિકારીઓએ 125 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા અને 7 હજાર જેટલા પ્રવાસીઓને રેલવે સ્ટેશન થી શહેરમાં પહોંચાડ્યા.

[gallery td_gallery_title_input="જિલ્લા કલેકટર સાથેના પરામર્શ હેઠળ સેનાએ પ્રવાસીઓને સલામત રીતે શહેરમાં પહોંચાડવાની જવાબદારી ઉઠાવી" td_select_gallery_slide="slide" size="large" ids="106227,106228,106229,106230,106231,106232,106233,106234,106235,106236,106237,106238,106239,106240,106241,106242"]

તાજેતરના ભારે વરસાદ અને પુરના પ્રકોપ થી અસરગ્રસ્ત બનેલાં શહેરના લોકોના બચાવ અને રાહતની ખાત્રીબદ્ધ વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે ભારતીય સેના સાથે સંકલન કર્યું હતું. જેના પગલે મકરપુરા મિલિટરી સ્ટેશન સંલગ્ન 29મી એર ડિફેન્સ રેજીમેન્ટે સંકટની ઘડીમાં થાક્યા વગર ખાસ કરીને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા અને ઉગારવાની સેવાઓ આપી હતી.

29મી એર ડિફેન્સ રેજીમેન્ટના સુકાની મેજર અભિષેક ગુંજનની આગેવાની હેઠળ જાણે કે સેવ વડોદરા અભિયાન આદર્યું હોય તેમ બે કોલમ એટલે કે 100 જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં જોતરાયા હતો. મેજરની સાથે તેમના વધુ એક સાથી અધિકારીએ સેવાઓ આપી હતી.

અતિ ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપથી વધતા તકેદારીના ભાગરૂપે તમામ 6 શહેરી પુલો પર થી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.ખાસ કરીને કાળા ઘોડા અને અકોટા વિસ્તારના પુલોના બંને છેડે ખૂબ પાણી ભરાયેલું હોવાથી વાહનોની અવર જવર અશક્ય બની હતી.

આમ,શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનો સંપર્ક સદંતર કપાઈ ગયો હતો.તેના પરિણામે વડોદરા રેલવે સ્ટેશને ઉતરતા પ્રવાસીઓ ખૂબ મૂંઝવણભરી કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. ક્યાં જવું તેની સમઝ પડતી ના હતી.નાના બાળબચ્ચાઓ સાથે આ પ્રવાસીઓ દયનિય દશા અનુભવી રહ્યા હતા.

આ સંજોગોમાં જિલ્લા કલેકટર સાથેના પરામર્શ હેઠળ આ સેના એકમે પ્રવાસીઓને સલામત રીતે શહેરમાં પહોંચાડવા ની જવાબદારી ઉઠાવી લીધી હતી.

Next Story
Share it